‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવી સ્ફોટક વિગતો
આજી ડેમ પોલીસ સ્ટેશનના PSO હારૂ ન ચાનીયા અને હેમંત ધરજીયાનો કાળો કેર: આખા વિસ્તારમાં દેશી દારૂ ની છૂટ આપી: હપ્તા ચાલું
- Advertisement -
ગુજરાતભરમાંથી દારૂનું દૂષણ કરવા સ્ટેટ મોનિટરિંગ સેલથી લઈ સ્થાનિક પોલીસ એક પછી એક દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે, દારૂની ઘૂસણખોરીને પકડી રહી છે. લાખો રૂપિયાના દારૂની બોટલો હજારોની સંખ્યામાં પકડાઈ રહી છે. જોકે હજુ પણ અમુક પોલીસસ્ટેશનની હદમાં કેટલાક પોલીસવાળાઓ બૂટલેગરો સાથે મિલીભગત કરી દેશ-વિદેશી દારૂના બનાવટ, વેંચાણનો ધંધો કરી છે. ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં રાજકોટના આજીડેમ પોલીસસ્ટેશન વિસ્તારમાં 60 રૂપિયામાં દેશીદારૂ પાઉચમાં વેંચાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
કમિશનર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ તનતોડ મહેનત કરી દારૂ નું દુષણ ડામવા પ્રયત્નો કરે છે અને નીચેનો સ્ટાફ દાટ વાળે છે
આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસસો હારૂન ચાનીયા અને કોન્સ્ટેબલ હેમંત ધરજીયાને હપ્તા આપી ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો આકાશ ઝીંઝુવાડીયા કરી રહ્યો છે એવું કહેવાઈ રહ્યું છે. ખાસ-ખબરના સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આજીડેમ પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલા સાગરનગર જૂના માર્કેટ પાસે ખટારા સ્ટેન્ડ પાછળ આકાશ ઝીંઝુવાડીયા નામનો એક વ્યક્તિ 60 રૂપિયામાં દેશી દારૂના પાઉચ વેંચી રહ્યો છે. આજીડેમ પોલીસસ્ટેશનના પીએસસો હારૂન ચાનીયા અને કોન્સ્ટેબલ હેમંત ધરજીયા હપ્તા લઈને આકાશ ઝીંઝુવાડીયાને ખુલ્લેઆમ દારૂ વેંચવા દેતા હોવાનું સ્થાનિક રહીશો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો નવાઈ નહીં
રાજકોટના આજીડેમ પોલીસસ્ટેશન વિસ્તારમાં પાણીના પાઉચ જેવા પાઉચમાં માત્ર 60 રૂપિયામાં કેમિકલયુક્ત દેશી દારૂ વેંચાઈ રહ્યો છે. આ દેશી દારૂ ગોળ-ફળમાંથી આથો લાવીને નહીં, પાણીમાં કેમિકલ ઉમેરી પાઉચમાં વેંચાઈ રહ્યો છે. થોડાં સમય પહેલા બોટાદમાં કેમિકલવાળો દારૂ પીવાના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે હવે આજીડેમ પોલીસસ્ટેશન વિસ્તારમાં વેંચાતા કેમિકલયુક્ત દેશી દારૂથી લઠ્ઠાકાંડ ન સર્જાય તો નવાઈ કહેવાશે.
હારૂન ચાનીયાનું એક જ કામ: દેશી દારૂના અડ્ડા શરૂ કરાવવાથી લઈ બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવવા
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ વ્યાજંકવાદ અને દારૂબંધી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યા છે. બીજી તરફ કેટલાંક એવા પણ પોલીસ કર્મચારીઓ છે જેને માત્ર ખાખીના જોરે પોતાના ખિસ્સાં ભરવામાં જ રસ છે. આવા જ એક છે હારૂન ચાનીયા. રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવી રહેલા હારૂન ચાનીયા દેશી દારૂના અડ્ડાઓ શરૂ કરવવાથી લઈ બુટલેગરો પાસે હપ્તા ઉઘરાવવા અને દારૂ વેંચનારાઓને પ્રોટેક્શન આપવા માટે કુખ્યાત છે. જે પોલીસ સ્ટેશનમાં હારુણ ચાનીયાને મૂકવામાં આવે છે તે પોલીસ સ્ટેશનમાં હારૂન ચાનીયા સ્થાનિક બુટલેગરનો સંપર્ક સાધીને દેશી દારૂના અડ્ડાઓ શરૂ કરાવે છે અને હપ્તાઓ ઉઘરાવે છે એવી પોલીસબેડામાં ચર્ચા છે. હારૂન ચાનીયા જેવા પોલીસ કર્મચારીઓથી સમગ્ર પોલીસવિભાગને શર્મસાર થવું પડી રહ્યું છે.
રાજકોટમાં ખુલ્લેઆમ વેંચાતા કેમિકલયુક્ત દેશી દારૂનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…