ફેમસ ગાયક કલાકાર ટેલર સ્વિફ્ટની બિલાડી ઓલીવિયા બેનસન દુનિયાનું ત્રીજું સૌથી અમીર પાલતૂ પ્રાણીનાં લીસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રેમી એવોર્ડ વિનર સિંગર ટેલર સ્વિફ્ટની બિલાડી ઓલિવિયા બેન્સન સૌથી અમીર પાલતુ પ્રાણીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. નેટવર્થની બાબતમાં તે બોલીવુડના તમામ મોટા સ્ટાર્સ સાથે સ્પર્ધા કરે છે. ઓલિવિયાની સંપત્તિ કરોડોમાં છે અને તે વિશ્વની ત્રીજી સૌથી અમીર પાળતુ પ્રાણી છે. ટેલરને 2014 થી ઓલિવિયા છે. તે અવારનવાર ઓલિવિયા સાથે ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે.
- Advertisement -
રોલિંગ સ્ટોન્સના રિપોર્ટ અનુસાર, ઓલિવિયા બેન્સનની પ્રોપર્ટી આટલા કરોડ રૂપિયાની છે , ઓલિવિયા બેન્સનની પ્રોપર્ટી 97 મિલિયન ડોલર છે, જેને જો ભારતીય ચલણમાં ફેરવવામાં આવે તો તે લગભગ 800 કરોડ રૂપિયા થાય છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સની સંપત્તિ ઓલિવિયા બેન્સન જેટલી નહીં હોય.
View this post on Instagram- Advertisement -
દરેક પાલતુ ઇન્સ્ટાગ્રામ પર કેટલી કમાણી કરી શકે છે
આ યાદી ઓલ અબાઉટ કેટ્સ વેબસાઈટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓલિવિયાનું મૂલ્ય ઇન્સ્ટાગ્રામ ડેટાના આધારે આંકવામાં આવ્યું છે. દરેક પાલતુ ઇન્સ્ટાગ્રામ પર કેટલી કમાણી કરી શકે છે તેનો અંદાજ કાઢવા માટે વેબસાઇટે ડેટાનો ઉપયોગ કર્યો હતો. જોકે, ઓલિવિયાનું પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. તે ઘણીવાર ટેલરના ઇન્સ્ટા પર તસવીરોમાં દેખાય છે. ટેલરને વધુ બે બિલાડીઓ છે, જેમના નામ મેરેડિથ અને બેન્જામિન બટન છે. જો કે આ યાદીમાં માત્ર ઓલિવિયા બેન્સનનું નામ સામેલ છે.
ઘણા વીડિયોમાં ઓલિવિયા ટેલર સાથે જોવા મળી છે
ઓલિવિયા બેન્સન ટેલર સ્વિફ્ટ સાથે ઘણા મ્યુઝિક વીડિયોમાં દેખાઈ છે. ઘણા વીડિયોમાં ઓલિવિયા ટેલર સાથે જોવા મળી છે. ઓલિવિયાએ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મેળવી છે. સોશિયલ મીડિયા પર તેના નામે ઘણી ફેન ક્લબ બનાવવામાં આવી છે, જ્યાં તેની તસવીરો અને વીડિયો જોઈ શકાય છે. આ સાથે ઓલિવિયા ડાયેટ કોક, નેડ સ્નેકર્સ જેવી બ્રાન્ડ સહિતની ઘણી મોંઘી જાહેરાતોનો પણ ભાગ રહી છે. ઓલિવિયાની પોતાની મર્ચેન્ડાઇઝ લાઇન પણ છે.