78 ટ્રાફિક પોલીસ અને TRB સહિતનાં કર્મચારીઓ ફરજ પર રહેશે: બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, લગેજ સ્કેનર ટીમ, ફાયર બ્રિગેડ પણ સુરક્ષામાં જોડાશે
રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સુરક્ષા બંદોબસ્તનો પ્લાન તૈયાર: 1 એસપી, 5 ડીવાયએસપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ સહિતનો સ્ટાફ રહેશે તૈનાત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે શનિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 મેચ રમાશે. જેને લઈ 450થી વધુ જવાનોનો બંદોબસ્ત રહેશે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સુરક્ષા બંદોબસ્તનો પ્લાન તૈયાર કરાયો છે. જેમાં 1 એસપી, 5 ડીવાયએસપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ, 232 એએસઆઈ – હેડ કોન્સ્ટેબલ – અને કોન્સ્ટેબલ, 64 મહિલા પોલીસ કર્મીઓ સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે. આ સાથે 78 ટ્રાફીક પોલીસ અને ટીઆરબી સહિતના કર્મચારીઓ ફરજ પર રહેશે. ઉપરાંત બે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ, બોમ્બ સ્ક્વોડની બે ટિમ, ડોગ સ્ક્વોડ, બગેજ સ્કેનરની 2 ટિમ, 30 વોકિટોકી અને એક વાયરલેસ સેટ સાથેની ટિમ, ફાયરબ્રિગેડની 2 ટિમ બે ફાયર ફાયટર સાથે અને મેડિકલની 2 ટિમ 2 એમ્બ્યુલન્સ સાથે હાજર રહેશે. 18 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને 35 હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા પણ રખાઈ છે. ક્રિકેટ મેદાનમાં આવતા તમામ લોકોનું આ રીતે ચેકીંગ થશે.
મેચ દરમિયાન પ્રેક્ષકોને માસ્ક પહેરવા અપીલ, ટિકિટ પાછળ સૂચના અપાઈ
ભારત અને શ્રીલંકા વચ્ચેની ઝ-20 શ્રેણીની ચોથી મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં યોજાનાર છે. ત્યારે વધી રહેલા કોરોનાના કેસને પગલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મેચ દરમિયાન પ્રેક્ષકોને સતત માસ્ક પહેરી રાખવા માટે અપીલ કરાઈ છે અને એ અંગેની માર્ગદર્શિકા પણ ટિકિટ પાછળ પ્રકાશિત કરવામાં આવી છે.