25 ઓક્સિજન પોઈન્ટ સાથે 30 બેડના વોર્ડની વ્યવસ્થા
ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા વિસ્તારમાં ફરી કોરોના માથું ઉચકે તો કોરોનાને પહોંચી વળવા સરકારી હોસ્પિટલમાં આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.તાલાલા હોસ્પિટલના સિનીયર તબિબ ડો.આશિષ માકડીયા એ આપેલ વિગત પ્રમાણે કોરોના ને પહોંચી વળવા અગમચેતી રૂપે હોસ્પિટલમાં ચારટનના ઓક્સિજન પ્લાન્ટની સંપૂર્ણ ચકાસણી કરી 25 ઓક્સિજન પોઈન્ટ સાથે 30 બેડના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે,ઓક્સિજન,મેડીકલ સાધન સામગ્રી,દવાના જથ્થા સહિતની હોસ્પિટલના સ્ટાફ દ્રારા પુરતી તૈયારી ઉપરાંત ટેસ્ટીંગની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
તાલાલા હેલ્થ ઓફીસમાં હાલ વેકસીનના ડોઝ તથા દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. અત્યારે બુસ્ટર ડોઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાના પ્રતિકાર માટે જરૂર પડે તાલાલા પંથકમાં ગામડે ગામડે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી વેક્સિનેશન સાથે કોરોના અંગે લોક જાગૃતિ ઉભી કરવામાં આવશે,આ માટે તાલાલા પંથકના બોરવાવ,આંકોલવાડી અને ધાવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબિબો તથા આરોગ્ય સ્ટાફ આગમચેતીના ભાગરૂપે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
તાલાલા: કોરોના વાયરસને પહોંચી વળવા સરકારી હોસ્પિટલમાં આગોતરૂ આયોજન
