- આજથી એક મહિના સુધી ચાલનારા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે માનવ ઉત્સવનો પ્રારંભ થશે.
આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને આ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે. અમિત શાહના હસ્તે આજે માનવ ઉત્સવનો પ્રારંભ થશે. 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.
રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવશે તેવો અંદાજ
તમને જણાવી દઇએ કે, 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવશે તેવો અંદાજ છે. તદુપરાંત શનિ-રવિએ તો આ સંખ્યા કદાચ 2થી 3 લાખે પહોંચી શકે છે. ત્યારે આટલા મોટા આયોજનમાં પાર્કિંગથી લઈને મુલાકાતીઓનું સંચાલન કરવા માટેનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
Here are highlights from the Pramukh Swami Maharaj Shatabdi Mahotsav, a memorable programme which took place in Ahmedabad. pic.twitter.com/ttE3ZThH3B
— Narendra Modi (@narendramodi) December 15, 2022
- Advertisement -
પ્રમુખસ્વામી નગરમાં રોજબરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે
1 મહિના સુધી ચાલનારા આ શતાબ્દી મહોત્સવમાં 15 જાન્યુઆરી સુધીમાં અનેક મહાનુભવો આની મુલાકાત લેશે. આજથી સામાન્ય જનતા માટે 600 એકરમાં બનેલા નગરના દ્વાર ખુલી જશે. બપોરના 2 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ નગર ખુલ્લું રહેશે. આ પ્રમુખસ્વામી નગરમાં રોજબરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે.
ગૌરવશાળી મહોત્સવનો ભવ્ય પ્રારંભ
સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ ગયો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે SP રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.ઉદઘાટન વેળાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
I am honoured to have attended the Shatabdi Mahotsav of Pujya Pramukh Swami Maharaj. I consider myself blessed to have interacted with him so closely. Shared my memories with him and recalled his outstanding service to humanity. pic.twitter.com/4Dri746KUe
— Narendra Modi (@narendramodi) December 14, 2022
પ્રધાનમંત્રી અને મહંતસ્વામીના હસ્તે ઉદઘાટન
મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજ થોડા અંતર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પીએમ મોદીની સભામાં 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. ઉપરાંત અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
ભારતીય સંસ્કૃતિની રંગારંગ ઝાંખી
શતાબ્દી મહોત્સવ નગરીમાં સહેલાઈ થી પ્રવેશ માટે કુલ 7 પ્રવેશદ્વાર બનાવાયાં છે. આમાંથી મુખ્ય પ્રવેશદ્વાર- સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારેતરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુંમટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. આજથી શરૂ થનાર આસ્થાનો મહાઉત્સવ આગામી એક મહિના સુધી ચાલનાર છે. જેમાં કરોડો શ્રદ્ધાળુઓ સામેલ થઈને ધન્યતા અનુભવશે.
સંતદ્વાર આકર્ષણનું કેન્દ્ર
દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે, એવું આયોજન કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.
દરેકને મળશે નિઃશુલ્ક પ્રવેશ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સમય અને ફી વિશે વાત કરીએ તો આ મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભક્તો દરરોજ કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે.
ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ખાણી પીણીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પોપકોર્ન, આઈસક્રીમ, અલગ અલગ જાતના કોલ્ડડ્રિંક્સ ફક્ત 20 રૂપિયામાં મળશે. નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્વ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે.
ક્યા દિવસે ક્યા કાર્યક્રમ યોજાશે
– એક મહિના સુધી દરરોજ સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. સાથે 5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાશે.
– આજે એટલે કે 15મી ડિસેમ્બરે અમિત શાહનું આગમન, ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ થશે.
– 16મી ડિસેમ્બરે સંસ્કૃતિ દિવસની ઉજવણી કરાશે.
– 17મી ડિસેમ્બરે પરાભક્તિ દિનની ઉજવણી.
– 18-19 ડિસમ્બરે મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ યોજાશે, ગુરુભક્તિ વંદના કાર્યક્રમ યોજાશે.
– 20 ડિસેમ્બરે સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ મંચ પરથી એકતાનો સંદેશ આપશે.
– 21-22 ડિસેમ્બરે સમરસતા અને આદિવાસી ગૌરવ દિન. આ દિવસે શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે.
– 23 ડિસેમ્બરે અધ્યાત્મ અને આરોગ્ય દિન
– 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ-જીવન પરિવર્તન દિન
– 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન
– 26 ડિસેમ્બરે સ્વામિનારાયણ સંત સાહિત્ય-લોક સાહિત્ય દિન
– 27 ડિસેમ્બરે વિચરણ-સ્મૃતિ દિન
– 28 ડિસેમ્બરે સેવા દિન
– 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
– 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
– 31 ડિસેમ્બરે તત્વજ્ઞાન સમારોહ
– 1 જાન્યુઆરીએ બાળ-યુવા કિર્તન આરાધના
– 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
– 3-4 જાન્યુઆરીએ દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો
– 5 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમ
– 6 જાન્યુઆરીએ અખાતી દેશના વડા-રાજાઓની ઉપસ્થિતિ
– 7 જાન્યુઆરીએ નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
– 8 જાન્યુઆરીએ યુ.કે યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
– 9 જાન્યુઆરીએ આફ્રિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
– 10 જાન્યુઆરીએ મહિલા દિન – 2
– 11 જાન્યુઆરીએ BAPS એશિયા પેસિફિક દિવ
– 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
– 13 જાન્યુઆરીએ કિર્તન આરાધના
– 14 જાન્યુઆરી શતાબ્દી મહોત્વની પૂર્ણાહૂતિ સમારોહ