ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ તાલુકાના પ્લાસવા ગામે મતદારોએ મતદાન કરવાની સાથે અહીંયા આરોગ્ય સેવાઓનો પણ લાભ મેળવ્યો હતો. મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરવાની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજની હેલ્થ બુથની નવીન પહેલને સહર્ષ આવકારી હતી. પ્લાસવા ગામની કુ. રિદ્ધિ આવલાનીએ હેલ્થ બુથ પર વેક્સિનનો બુસ્ટર ડોજ લઈ જિલ્લા વહીવટી તંત્રની નવીન હેલ્થ બુથની પહેલને આવકારી હતી. ત્યારે આ પહેલથી મતદારોમાં અનોખો સંદેશ સાથે લોકો મતદાન કરવા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પ્લાસવા ગામે મતદાનની સાથે આરોગ્ય સેવાનો લાભ
