ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પાંચ વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરતા ઉમેદવારોએ પોતાની સંપત્તી અને ઉમેદવાર ઉપર કેટલા ગુના દાખલ થયા છે તેની વિગત આપી હતી. માણાવદરના અબજ પતિ ધારાસભ્ય સામે વંથલી અને માણાવદર પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલ હતા. જયારે ભીખાભાઇ જોશી સામે મેંદરડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં મેંદરડા કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે જે અંગે ઉપલી કોર્ટમાં અપીલ કરેલ છે તે પેન્ડીંગ છે. જયારે આપના ઉમેદવાર ભુપત ભાયાણી સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. કેશોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા સામે બે ગુના નોંધાયેલ છે. જેમાં એક મારી નાખવાની ધમકી અને જેતપુર સોમનાથ ટોલનાકે આંદોલન દરમિયાન કરેલ મારામારી નોંધાયેલ છે. જયારે કેશોદ બેઠક પર આપમાંથી ચૂંટણી લડી રહેલા રામજી ચુડાસમા સામે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટનો ગુનો નોંધાયેલ છે.