મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે.
મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે. સેનાના જવાનો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી આ અંગે માહિતી મેળવી છે.
- Advertisement -
સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા
આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર છે. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થયા છે. સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે છે.
રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાથી રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્ છે. NDRF, આર્મી, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. નેવી અને એરફોર્સની ટીમ પણ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ છે. નદીમાં કીચડ હોવાથી મૃતદેહ શોધવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મોડી રાતથી મચ્છુમાં સર્ચ યથાવત્ છે.
ઝૂલતો પુલ તૂટવા મામલે રેન્જ IGનું નિવેદન
મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં અંદાજે 140 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મૃત્યુઆંકની સંખ્યા વધવાની સંભાવના છે. ઘટના બન્યા બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, દુર્ઘટના અંગે રેન્જ આઈજીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પોલીસે યુદ્ધના ધોરણે NDRF, SDRF, હોમગાર્ડ, આર્મી અને નેવી જેવી તમામ એજન્સી સાથે સંપર્ક કરીને આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન કર્યું છે. જેમાં અનેક લોકોને બચાવીને હોસ્ટેજીસમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. સાથે તમામ એમ્બ્યુલન્સને સ્ટેડ ટુ બાય રાખવામાં આવી છે.
- Advertisement -
જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો
મોરબી નગરપાલિકાએ હેન્ગિંગ બ્રિજના રિનોવેશનની કામગીરી છ મહિના પહેલાં જ ઓરેવા કંપનીને સોંપાઈ હતી. જેના રિનોવેશન બાદ ગત 26 ઓક્ટોબરે પુલને ખુલ્લો મૂકાયો હતો. આ પુલને ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ઓરેવા કંપનીએ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલનું રિનોવેશન કરી કયું હોવાની સુફિયાણી વાતો કરી હતી અને ત્યારબાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો. આ વાત જગજાહેર હવા છતા પાલિકાના ચીફ ઓફિસરે પાયાવિહોણું નિવેદન આપ્યું છે.
તંત્રનું નિવેદન નવાઇ પમાડે તેવું
મોરબી પાલિકાએ દૂર્ઘટનાને લઈ આ પૂલનો વહિવટ કરતી સંસ્થા ઓરેવા ટ્રસ્ટ પર દોષનો ટોપલો નાખ્યો છે. પાલિકાના ચીફ ઓફિસરે ઓરેવા ટ્ર્સ્ટ પર આરોપ લગાવતા કહ્યુ કે, અમારા દ્વાર પરમિશન નહોતી અપાઈ હતી છતા આ સંસ્થાએ ઝૂલતા પૂલને ખુલ્લો મુકી દીધો હતો. એમ જણાવી જવાબદારી માથી હાથ ઊંચા કરી લીધા છે. જો મંજૂરી વગર પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો તો તંત્ર દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં કેમ ન આવી ? આત્યાર સુધી તંત્ર આ મામલે કેમ લાંબો ઘૂંઘટો તાણીને બેઠું હતું? આથી તંત્રની કામગીરી સામે પણ સો મણનો સવાલ ઊભો થયો છે. તંત્રનું નિવેદન નવાઇ પમાડે તેવું છે.
ઓરેવા ગ્રુપે મૌન સીવી લીધું
પુલના રીનોવેશન બાદ ફીટનેસનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું કે કેમ ? પુલની મજબૂતાઈ સહીતના વિવિધ ટેસ્ટ કરાયા હશે કે કેમ? આ મામલે મોટી બેદરકારી જવાબદાર હોવાનું લાગી રહ્યું છે અને કંપની દ્વારા કરવામાં આવેલ મજબૂતીના દાવા પોકળ સાબિત થયા છે. આથી અસરગ્રસ્તો આ ઘટનામાં ઓરેવાને જવાબદાર ગણી પગલાં ભરવા માંગ ઊઠાવી રહ્યા છે. પુલના ભારની ક્ષમતા કે કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર આડેધડ ટીકીટ ફાળવી દેતા વજનને લઇને પુલ તુંટી પડ્યો હતો. સમારકામ કરનારી કંપનીએ ડિઝાઈનમાં ગંભીર ભૂલો કરી હોઈ શકે? અને મૂળ ડિઝાઈનમાં મોટી છેડછાડએ જ પુલની જળસમાધીનું કારણ બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ આ મામલે ઓરેવા ગ્રુપે મૌન સીવી લેતા તેની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. આ ગંભીર બેદરકારી બદલ કંપની કે નગરપાલિકાના જવાબદારોને પણ સજા કરાશે કે કેમ? આવા અનેક પ્રશ્નો અત્યારે ઉઠ્યા છે.