જૂનાગઢ સાંપ્રત ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ કર્મચારીનો શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાને દિવ્યાંગ કર્મચારીનો શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે. સાંપ્રત સંસ્થા છેલ્લા 13 વર્ષથી અતિગંભીર અનાથ દિવ્યાંગ બાળકોની સંસ્થા છે અને છેલ્લા 13 વર્ષ થી દિવ્યાંગ ક્ષેત્રે કામ કરે છે. હાલ સંસ્થામાં 82 દિવ્યાંગ અનાથ બાળકો 24 કલાક રહે છે. બાળકો સાથે કામ કરનાર મોટા ભાગે સ્ટાફ દિવ્યાંગ વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે.જેથી દિવ્યાંગોને રોજગારી મળી શકે સંસ્થાની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોના શ્રેષ્ઠ નોકરીદાતા તરીકેનો એવોર્ડ રાજ્યના સરકારના મંત્રી બ્રિજેશ મેરજા હસ્તે આપવામાં આવ્યો હતો. સાંપ્રત સંસ્થાને એવોર્ડ મળતા સંચાલક અને કર્મચારી ને ખુશી જોવા મળી અને લોકો એ અભિનંદન આપ્યા હતાં.