શિબિરમાં 2500 વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પોકસો એકટની જાગૃતિ માટે કાનૂની શિબિર કરવાની સૂચના મળેલ હતી.જેના ભાગરૂપે તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ એસ.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની જુદીજુદી માધ્યમીક શાળા અને કોલેજોમાં કુલ-27 જેટલી શિબિર યોજવામાં આવી હતી.પોકસોના કાયદાની વિદ્યાર્થીઓમાં સમજ આવે તે માટે એક કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જેમાં વિસાવદર બાર એસોસિએશનના એચ. એસ.હિરાણી, તાલુકા કાનૂની સેવા સમિતિના સુપરિટેન્ડન્ટ પી.ડી. ભટ્ટ,પી.એલ.વી. રમણિકભાઈ દુધાત્રા તથા શાળાના આચાર્ય,સ્ટાફ સહિતનાં જોડાયા હતાં. તાલુકામાં 27 જેટલી શિબિર યોજવામાં આવી હતી. જેમાં 2500 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.