સાબરીયાએ બંને ઇજાગ્રસ્તોને પોતાની કારમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
હળવદના વેગડવાવ રોડ પર હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાની કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારની ઠોકરે રીક્ષામાં સવાર પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી જેને પગલે રીક્ષામાં સવાર એક મહિલા અને એક પુરુષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાનો આ અકસ્માતમાં બચાવ થયો હતો.
- Advertisement -
હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયા તેની કાર ચલાવી હળવદ તાલુકાના વેગડવાવ નજીકથી પસાર થતા હતા તે દરમિયાન અચાનક એક રીક્ષા સાથે તેમની કાર અથડાઈ ગઈ હતી. આ ઘટનામાં રિક્ષામાં સવાર રીક્ષાચાલક અને એક મહિલાને ઈજા પહોંચી હતી તો બીજી તરફ પરસોતમ સાબરિયાની કારને પણ નુકશાન થયુ હતું. આ ઘટના બાદ ધારાસભ્ય પોતે તેમની કારમાં બંને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. હાલ તો કાર અને રીક્ષાનો અકસ્માત કઈ રીતે થયો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું અને અકસ્માતને પગલે ભાજપના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં.