ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઇદે એ મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં પરંપરાગત રીતે વાલીએ સોરઠની દરગાહ પર ચાદર ચઢાવી જુલુસની શરૂઆત હજરત ગુલઝાર બાપુની આગેવાનીમા થયેલ હતી. જુલુસ વાલીએ સોરઠથી લઈ સુખનાથ ચોક, જેલરોડ, કોર્ટ રોડ, ચિંતાખાના ચોક, ઢાલ રોડ, માંડવી ચોક, ઝાલોરપા થઈ ઉધીવાડા ખાતે સંપન્ન થયું હતું. આ તકે જૂનાગઢ મહાનગર વિરોધ પક્ષના નેતા અદરેમાનભાઈ પંજા, હનીફભાઈ જેઠવા, સફિભાઈ સોરઠીયા, અશરફભાઈ થયીમ, રજાકભાઈ હાલા, હાફિજ સલીમ સાબ, રાજુભાઈ સાધં, લતીફબાપુ કાદરી, વહાબભાઈ કુરેશી, સાજીદભાઈ વિધા, કાસમભાઈ જુનેજા, અશરફ હાલા, મહમદ હુસેન નારેજા, હનીફબાબા, તાહીરભાઈ મેમણ, સોહેલ સિદીકી સહિતનાં રહ્યાં હતાં. તેમજ એ ડીવીઝનનાં પીઆઇ એમ.એમ. વાઢેર અને ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.