રશિયાની એક સ્કૂલમાં હુમલાખોરે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 5 બાળકો સહિત 14 લોકો માર્યા ગયા હતા.
મધ્ય રશિયાના ઈઝેવસ્કની એક સ્કૂલમાં એક અજાણ્યા યુવાને તેની પાસે રહેલી ઓટોમેટિક રાઈફલથી અંધાધૂંધ ગોળીબાર કરીને 14 લોકોને મોતને ઘાટ ઉતાર્યાં હતા. મૃતકોમાં 5 બાળકો પણ સામેલ છે.
- Advertisement -
યુવાને સ્કૂલમાં ઘુસીને કર્યો ગોળીબાર
રશિયન સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, સ્કૂલ જ્યારે ચાલુ હતી ત્યારે એક અજાણ્યો પીળા શર્ટ અને પેન્ટ પહેરલો યુવાન અંદર ઘુસી આવ્યો હતો. તેના હાથમાં ઓટોમેટિક રાઈફલ હતી, તેણે સ્કૂલમાં અંધાધૂઘ ગોળીબાર કર્યો હતો જેમાં 5 બાળકો સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગોળીબારમાં 21 લોકોના ઘાયલ થવાની પણ ખબર છે.
હુમલા બાદ જાતે ગોળી મારીને આપઘાત કર્યો
હુમલાખોરે હુમલા બાદ જાત ગોળી મારીને આપઘાત કર્યો હતો. જોકે તેણે શા માટે હુમલો કર્યો તેનું કારણ જાણવા મળ્યું નથી.
- Advertisement -
ઇઝહેવ્સ્ક મોસ્કોથી 1,000 કિલોમીટર દૂર
આશરે 6,30,000 લોકોનું શહેર, ઇઝહેવ્સ્ક રશિયાના ઉદમર્ટ રિપબ્લિકની પ્રાદેશિક રાજધાની છે, જે મોસ્કોથી લગભગ 1,000 કિલોમીટર (620 માઇલ) પૂર્વમાં સ્થિત છે.