મુખ્યમંત્રી સહિતનાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ફોજદારી ફરિયાદ દાખલ કરવા માંગ કરાઇ
કૃષિ મંત્રીએ સત્તાનો દુરઉપયોગ કરી કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક આપ્યાનાં આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંકને લઇ વિવાદ થયો છે. ડૉ. વી.પી. ચોવટિયા સામે અનેક રજુઆત કરવામાં આવી છે. વધુ એક રજુઆત થતા ભારે ચર્ચા જાગી છે. મુખ્યમંત્રી સહિતનાં ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી જણાવ્યું છે કે, નાયબ સચિવનાં અભિપ્રયાની વિરૂધ્ધ કૃષિ મંત્રીએ સત્તાનો દુરઉપયોગ કરી કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક આપી છે. તેની સામે ફોજદારી ફરિયાદ દાલખ કરવા માંગ કરાઇ છે.
જૂનાગઢ કૃષિ યુનવિર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સામે વધુ એક રજુઆત કરાઇ છે. આ અંગે જૂનાગઢનાં વિરલ જોટવાએ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીનાં અગ્રસચિવ, કૃષિ મંત્રી, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનાં સચિવ, નાયબ સચિવ સહિતનાંને રજુઆત કરી જણાવ્યું છે કે,લાંબા સમયથી જૂનાગઢનાં પૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર સામે અનેક ફરિયાદ કરેલી હતી. ફરિયાદમાં તત્કાલીન પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. વી.પી. ચોવટિયા અને તેના મળતિયાઓ દ્વારા પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. વી.પી. ચોવટિયાનાં પુત્ર જય ચોવટિયાને યોગ્ય શૈક્ષણિક લાયકાત ન હોવા છતા આસી.પ્રોફેસર તરીકે નોકરી આપવામાં આવી છે. આ ઉપરાંત કુલપતિએ સીસીસી પ્લસની પાસ કરી નથી. અનેક ફરિયાદ હોવાથી તેમની નિમણુંક વખતે નાયબ સચિવ દ્વારા ત્રણ ઉમેદવારોની પસંદગી કરવાની હોય તો તેના સ્પષ્ટ અભિપ્રાય આપેલ હોતો કે, વિભાગ કક્ષાએ (ફાઇલ તેમજ વિરલ જોટવાની તારીખ 6-6-2022થી નવી ફરિયાદ નીચે રાખેલ છે.) ફરિયાદ અંગેનું પ્રકરણ પ્રાથમિક તપાસ તબબકે છે જે હકીકત ધ્યાનાર્થે રજુ કરવામાં આવે છે. આ તમામ તપાસ પેન્ડીંગ હોવા છતાં અને નાયબ સચિવનો સ્પષ્ટ અભિપ્રાય હોવા છતા તારીખ 6-7-2022નાં રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પોતાની સત્તાનો દુરઉપયોગ કરી અને કોઇ પણ પ્રકારની ફરિયાદ લોકાયુકત કે ગુજરાત હાઇકોર્ટમાં કહેલ ન હોવા કહી માત્ર અને માત્ર ડૉ. વી.પી. ચોવટિયાને વીસી તરીકે નિમણુંક આપવા ઇરાદે ખોટો અભિપ્રાય આપેલ હતો. ગુજરાત હાઇકોર્ટમાં આજ દિવસ સુધી અરજી થયેલ ન હતી. તેમજ જયારે નાયબ સચિવનો અમોની ફરિયાદ પેન્ડીંગ હોવાનો રીપોર્ટ હોવા છતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પોતાની સત્તાનો દુરઉપયોગ કરી અને મુખ્યમંત્રી સમક્ષ ખોટી હકકત પ્રસ્તુત કરી અને વીસી ડૉ. વી.પી. ચોવટિયાને નિમણુંક આપેલી છે. કૃષિ મંત્રીને મંત્રી પદ પરથી હટાવવા અને સત્તાનો દુરઉપયોગ કરવા બદલ ફોજદારી ગુનો દાખલ કરવા તાકીદ કરવામાં આવે તેવી માંગ છે.
- Advertisement -
ભરતીમાં મોટો ભ્રષ્ટાચાર થવાની સંભાવનાં
વિરલ જોટવાએ રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતની ચાર કૃષિ યુનિ.માં ભરતી પ્રક્રિયાની જાહેરાત કરેલ છે. જૂનાગઢમાં શૈક્ષણિક 248 અને બીન શૈક્ષણિક 272 મળી કુલ 520 જગ્યા ભરાશે તેવી જાહેરાત કરેલી છે. આવ સંજોગોમાં ડૉ. વી.પી. ચોવટિયાને વીસી તરીકે ચાલુ રાખવામાં આવશે અને પદ ઉપરથી હટાવવામાં નહી આવે તો આ ભરતીમાં મોટો ભ્રષ્ટાચાર થવાની સંભાવનાં છે. તેમજ અનેક લોકો લાયકાત વાળા હોવા છતા નિમણુંકથી વંચિત રહી જશે. ભરતી પહેલા કુલપતિને હટાવવાની માંગ છે.