હળવદ શહેરનો વિકાસ ખાડે ગયો હોય એમ એક બાજુ ખરાબ રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ સ્ટ્રીટ લાઇટો પણ છેલ્લા એક સપ્તાહથી બંધ છે તો સાથે વોર્ડ નંબર-1ની મહિલાઓએ પીવાના પાણી, ગટર, રસ્તા અને લાઇટો સહિતની રજૂઆત લઇ નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો અને આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી જોકે થોડા દિવસ પહેલા ખુદ નગરપાલિકાના સદસ્યએ જ રજૂઆત કરી હતી કે નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી ત્યારે ફરી એકવાર હળવદ તાલુકાના ભાજપ એસસી મોરચાના ઉપપ્રમુખ કુલદીપભાઇ એમ પંડ્યાએ હળવદ બસ સ્ટેશન પાછળના વાછડાદાદાના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટો છેલ્લા ચાર મહિનાથી લાઇટ બંધ હોવાનું અને અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી નહીં કરી હોવાની ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.
હવે તો શરમ કરો ! ખુદ ભાજપના કાર્યકરો જ કહી રહ્યાં કે કામ કરો!
You Might Also Like
Follow US
Find US on Social Medias