ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ધાર્મિક ફાર્મ ખાતે શંકરાચાર્યજી સ્વરૂપાનંદજીને શ્રદ્ધાંજલી સભા યોજાઈ હતી.જેમાં સાધુ સમાજના વરિષ્ઠ સંત મુક્તાનંદ મહારાજ સહિત સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે ચાપરડા મહંત મુક્તાનંદબાપુએ શંકરાચાર્યજી સ્વરૂપાનંદજીને શ્રદ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે,સ્વરૂપાનંદજી મહારાજે શ્રીરામ જન્મભૂમિ મુક્તિ માટે આંદોલન કરી જેલવાસ ભોગવ્યો હતો.સૌરાષ્ટ્રનાં આ આંદોલન સમયે તે સમયના સાધુ સમાજના પ્રમુખ ગોપાલાનંદજી મહારાજ સહીતના સંતો તેમની સાથે રહ્યા હતા.
શંકરાચાર્યજી સ્વરૂપાનંદજી સનાતન ધર્મ માટે તેઓ ખુબ લાંબા સુધી યાદ રહેશે અને પોતાનું સમગ્ર જીવન સનાતન ધર્મની પરંપરાને સમગ્ર ભારત અને વિશ્ર્વમાં જીવંત રાખી હતી.