કડક જગ્યા પર બદલી કરવા અને સજા આપવા માટે સાઇડ પોસ્ટીંગ આપવા માટે પગલા લીધા પરંતુ ઓર્ડર અંગે ચર્ચા થવા લાગતા બંને ઓર્ડર સરકારે સુધારવા માટે આદેશ જારી કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ જિલ્લા અને બોટાદમાં ઝેરી દારુ પીવાને કારણે 46 લોકોના મોત થયા હતા તથા 80થી વધારે લોકોને તેની આડઅસર થઇ હતી. આ કેસમાં સરકારે બોટાદ એસપી કરણરાજ વાઘેલાની કમાન્ડન્ટ તરીકે બદલી કરી હતી. સરકારી સંપત્તિના રક્ષણ તરીકે પોસ્ટીંગ આપી દીધું પરંતુ તે હોદ્દો અસ્તિત્વમાં જ નથી. ત્યારે અમદાવાદ જિલ્લા એસપી વિરેન્દ્ર યાદવને કમાન્ડર સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ મેટ્રો સિક્યુરિટી તરીકે પોસ્ટીંગ આપ્યા છે. પરંતું બોટાદ એસપીને હોદ્દા વગરની કચેરી અને અમદાવાદ એસપી કચેરી વગરનો હોદ્દો આપ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. હવે સરકારે આ બંને અધિકારીઓની બેદરકારીના કારણે સજાના ભાગ રુપે આમ કર્યું છે કે પછી સરકારે પોતાની આવડત બતાવી તેમને સજા સમજાય તે રીતે સેટ કર્યા છે તે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. આમ બંને અધિકારીઓને કરવાનું શું છે તે પણ ચોક્કસ પણે ખ્યાલ ન આવતો હોવાની ચર્ચા છે. બે દિવસ બાદ જ્યારે સરકારી મિલકતની સુરક્ષાની ખાતરી થઈ શકી ન હતી ત્યારે વહીવટીતંત્રને તેની ભૂલનો અહેસાસ થયો અને વિરેન્દ્ર યાદવને જછઙ ઔદ્યોગિક સુરક્ષામાં ટ્રાન્સફર કરવાનો બીજો આદેશ પસાર કર્યો હતો.
- Advertisement -
સૌથી ખરાબ વાત એ છે કે જ્યારે યાદવ અને વાઘેલા બંનેએ તેમના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો અને તેમની ઑફિસનું સરનામું પૂછ્યું ત્યારે કોઇ પાસે કંઇ કહેવા જેવું ન હતું. ત્યારબાદ બંને એસપીને ડીજીપી ઓફિસમાં ઓફિસ ફાળવવામાં આવી હતી. આમ બંને કામ તો ઠીક પણ ઓફિસ વગરના થઇ ગયા હોવાની ચર્ચા હતી. ઘટના માનવી માપદંડને નુકસાન સાથે સંકળાયેલી દુર્ઘટના હોવાથી સરકાર કડક પગલા ભરી દાખલો બેસાડવા માંગતી હતી. જોકે અમુક અધિકારીઓને બચાવવા માટે પોલીસ અધિકારીઓએ સલાહ પણ આપી હતી પરંતુ તેના વિરુદ્ધ રાજકીય બોસ દ્વારા ઝડપી ઓર્ડર પસાર કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, લઠ્ઠાકાંડ કેસના સમાચાર 26 જુલાઈના રોજ સામે આવ્યા હતા. જે તે સમયે રાજકીય આકાઓએ બે એસપીને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો જેમના અધિકારક્ષેત્ર હેઠળ લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયા હતા. આધારભુત સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના ટોચના અધિકારીઓએ તેમના રાજકીય આકાઓને સલાહ આપી હતી કે, તેઓ એસપીને સસ્પેન્ડ ન કરે પરંતુ તેમની એસઆરપી જૂથો કે સજાના ભાગ રુપે સાઇડમાં બદલી કરી દે. તેમને મહેસાણા અને મુરેતી ખાતેના જછઙ જૂથોમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે જ્યારે આદેશ આવ્યો ત્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ જાણીને ચોંકી ગયા હતા.
જોકે એક હોદ્દો ન હતો અને બીજો પાસે કોઇ હોદ્દો ન હતો. આમ બેદરકારી રાખનાર અધિકારીઓને સરકાર કડક કાર્યવાહી કરી બતાવવા માંગતા હતા પરંતુ અધિકારીઓએ તેમના નજીકના અધિકારીઓનું લોબીંગ કરી સામાન્ય જગ્યા પર પોસ્ટીંગ કરવા માટે દબાણ કર્યું હતુ પરંતુ સરકાર માની નહી અને કડક પગલા લેવા માટે તેમણે ઇચ્છા પ્રમાણે જ બદલી કરી હોવાની ચર્ચા હતી. જોકે કડક જગ્યા પર બદલી કરવા અને સજા આપવા માટે સાઇડ પોસ્ટીંગ આપવા માટે પગલા લીધા પરંતુ ઓર્ડર અંગે ચર્ચા થવા લાગતા બંને ઓર્ડર સરકારે સુધારવા માટે આદેશ જારી કર્યા હતા.