સૌરાષ્ટ્રના પાટનગરમાં દિવસેને દિવસે વધતો આવારા તત્વોનો ત્રાસ
છોકરીઓની છેડતી, રહેવાસીઓ સામે દાદાગીરી સહિતના હર્ષ ભરવાડના ત્રાસથી રહીશો ત્રાહિમામ
- Advertisement -
સોસાયટીના રહીશોએ પોલીસ કમિશનરને આવેદન પાઠવી કડક કાર્યવાહી કરી રજૂઆત
ગઈકાલે એક રહેવાસીને આડે ગાડી ઉભી રાખી પજવણી કરી ત્યારબાદ તેના ઘરે જઈ ધોકા પાઈપથી હુમલો કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આવારા તત્વોનો આંતક દિવસેને દિવસે વધતો જાય છે. અસામાજિક તત્વોના આતંકના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. રાજ્ય સરકારે અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે કાયદો કડક કર્યો છે છતાં પણ આવા તત્વોને કાયદા કે, પછી પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગુ રહ્યું છે. શહેરના પેડક રોડ પર આવેલી ગાંધી સ્મૃતિ સોસાયટીના શેરી નં-2ના રહીશોએ સોસાયટીમાં રહેતા દેવાભાઈ ભરવાડના દીકરા હર્ષ ભરવાડ સહિતના શખ્સોના ત્રાસથી કંટાળી પોલીસ કમિશનરને કડકમાં કડક કાર્યવાહી કરવા અરજી કરી છે.
- Advertisement -
પેડક રોડ પર આવેલી ગાંધી સ્મૃતિ સોસાયટીના શેરી નં-2માં રહેતા રહીશો હર્ષ ભરવાડની દાદાગીરીથી ત્રાસી ગયા હોવાથી ગઈકાલે બી ડિવિઝનમાં પણ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. સોસાયટીના રહીશ સંજયભાઈએ જણાવ્યું હતું કે, હર્ષ ભરવાડ અવારનવાર છોકરીઓની છેડતી કરે છે. કોઈને સોસાયટીમાંથી નીકળવા નથી દેતા, જ્યારે સોસાયટીના રહીશો તેને કહેવા જઈએ તો તે ધાક ધમકી આપે છે. ત્યાં ઘણા લોકો તો હર્ષ ભરવાડના ત્રાસથી કંટાળીને મકાનો વેચી નાખ્યા છે. તેના ડરથી બહેનો-દીકરીઓ ઘરમાંથી નીકળી શકતા નથી. મનફાવે તેમ ગાળો પણ બોલે છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમા શહેર રાજકોટમાં ફરી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અવાર નવાર આવારા તત્વો અને લુખ્ખા તત્વો નાગરિકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. રાજકોટમાં જાણે ખોખીનો ખૌફ ઓસરી ગયો હોય તેમ લુખ્ખા તત્વોનું દિવસેને દિવસે જોર વધી રહ્યું છે. ગાંધી સ્મૃતિ સોસાયટીના રહેવાસીએ જણાવ્યું હતું કે, ગઈકાલે એક રહીશ ઘરે આવતા હતા ત્યારે તેને આડે ગાડી ઉભી રાખીને પજવણી કરવા લાગ્યા અને ત્યારબાદ તેના ઘરે જઈને તેને ઢીકાપાટુંનો માર માર્યો.
હર્ષ ભરવાડ અવાર-નવાર છોકરીઓની છેડતી કરે છે: અલ્પેશ લીંબાસિયા
અમારી શેરીમાં રહેતા દેવાભાઈ ભરવાડનો છોકરો હર્ષ ભરવાડ અવારનવાર છોકરીઓની છેડતી કરે છે. તેનાથી સોસાયટીના તમામ રહીશો ત્રાસી ગયા છે. તેના ડરથી કેટલાક રહેવાસીઓ મકાન વેંચીને અન્ય સ્થળે રહેવા માટે જતા રહ્યા છે.
ગઈકાલે રાત્રે હર્ષ ભરવાડ સહિતનાઓએ ઢોર માર માર્યો: કાજલબેન આસોદરીયા
છેલ્લા કેટલાક વર્ષોથી આ ભરવાડ પરિવાર અમને હેરાન કરી રહ્યા છે ગઈકાલે રાત્રે 11 આવીને હર્ષ ભરવાડ તથા તેની સાથે 6થી 7 શખ્સો હતા તે આવીને ધોકા પાઈપથી અમારા પર હુમલો કર્યો. આવું અનેક વખત બની ચુક્યું છે.