વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ અમદાવાદ અને કચ્છના પ્રવાસે છે. જે અંતર્ગત કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદ અને કચ્છવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહેશે તેમજ મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરશે. એ સિવાય અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. જ્યારે આવતીકાલે કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની વડાપ્રધાન મોદી ભેટ આપશે.
- Advertisement -
વિકાસના મોડેલ સ્ટેટ તરીકે દેશભરમાં પ્રખ્યાત ગુજરાતને અનેકવિધ નવીન વિકાસકાર્યોની ભેટ આપવા બે દિવસની મુલાકાતે પધારેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોએ હાર્દિક સ્વાગત કર્યું. pic.twitter.com/nwzRDC2mdx
— CMO Gujarat (@CMOGuj) August 27, 2022
- Advertisement -
સાંજે 5 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટ પર જ રોકાશે
પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે ત્યારે તેઓ સાંજે 5 વાગ્યા સુધી એરપોર્ટ જ રોકાશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ સાંજ સુધી એરપોર્ટ રોકાશે. પ્રધાનમંત્રી એરપોર્ટ પર જ બેઠક યોજશે. મહત્વનું છે કે, પ્રધાનમંત્રીના સ્વાગત માટે કે.કૈલાશનાથન, મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ પંકજ કુમાર, DGP આશિષ ભાટિયા અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એરપોર્ટ પહોંચ્યા હતા.