યુક્રેનના અણુમથકમાંથી લીકેજનો ભય વધ્યો: યુરોપ ચિંતામાં
નાગરિકોને સલામત રહેવા અપીલ; અમેરિકાએ તેના નાગરિકોને યુક્રેન છોડવા ફરમાન કર્યુ
- Advertisement -
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં હવે નવા અણુ પ્રસારનો ભય વધી રહ્યો છે અને આવતીકાલે યુક્રેન માટે મહત્વનો દિન પુરવાર થઈ રહ્યો છે. એક તબકકે સોવિયત સંઘથી અલગ પડયા બાદ યુક્રેન જે દર વર્ષે સ્વતંત્રતા દિન સમારોહ મનાવે છે તેના આવતીકાલે થનારા આયોજનો પર યુક્રેન સરકારે પ્રતિબંધ મુકી દીધો છે અને આ પ્રકારના સમારોહથી રશિયા ભડકીને મોટો હુમલો કરે તેવો ભય છે.
રશિયાના સૈન્યમાં ગત ફેબ્રુઆરીમાં યુક્રેન પરના હુમલાબાદ જયોરીઝીયા અણુમથક સંકુલ પર હુમલો કરીને તેના પર કબજો કરી લીધો હતો અને ગઈકાલે ફરી એક વખત આ પરમાણુ મથક પર હુમલો કરાયો હતો.
આ ઉપરાંત રશિયા હવે યુક્રેનમાં તેના કબજાના ક્ષેત્રમાં નાગરિકો પર હુમલા કરે તેવી ધારણા હોવાથી અમેરિકામાં તેના તમામ નાગરિકોને તાત્કાલીક યુક્રેન છોડવા જણાવ્યું છે. યુક્રેનના આવતીકાલે સ્વતંત્રતા દિન પર રશિયાનું સૈન્ય મોટાપાયે હુમલો કરે તેવી ધારણા છે. જો કે યુક્રેન સરકારે તેના સ્વતંત્રતા દિનના તમામ જાહેર સમારોહ રદ કર્યા છે જેથી નાગરિકોને સલામત રાખી શકાશે.
- Advertisement -
હાલમાં જ જે રીતે મોસ્કો નજીક એક કાર બોમ્બ વિસ્ફોટમાં રશિયાના કટ્ટરવાદી નેતા તથા પ્રમુખ પુટીનના ખાસ સલાહકાર એલેકઝાંડર ડુગીનના પુત્રી માર્યા ગયા તેનો બદલો લેવા રશિયન કાલે ફરી એક મોટું આક્રમણ કરી શકે છે.