કોરોના વાયરસના સંક્રમણની ઝડપમાં થોડો ઘટાડો થયો છે. ગયા સપ્તાહ સુધી દરરોજ સરેરાશ 14-15 હજાર કેસ આવી રહ્યા હતા. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 10 હજાર થઈ ગઈ છે. દેશભરમાં સૌથી વધુ કર્ણાટકમાં 1121 કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં 836 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના 9062 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 36 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,05,058 થઈ ગઈ છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી દર 2.49 ટકા પર પહોંચી ગયો છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સોમવારની સરખાણીએ મંગળવારે વધુ કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના આંકડા ચિંતાનજક છે.
- Advertisement -
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગત દિવસ કરતા નજીવો વધારો આવ્યો છે. આજે નવા કોરોનાના વધુ 425 કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. 663 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3480 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 20 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આજે કોરોનાને લીધે એક દર્દીનું મૃત્યુ થયું છે.
- Advertisement -
13 દિવસમાં 3331 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીમાં 9966 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે અને 22 લોકોના મોત થયા છે. જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 546 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.