ઘણા ફાયદા હોવા છતાં, એલોવેરા ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ચહેરા પર એલોવેરા લગાવ્યા પછી તરત જ ચહેરા પર શું ન વાપરવું જોઈએ.
એલોવેરા જેલ સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે વરદાન માનવામાં આવે છે. એલોવેરા, જેને નેચરલ બ્યુટી પ્રોડક્ટ કહેવાય છે. ત્વચાની સંભાળમાં રામબાણ માનવામાં આવે છે. તેના અનેક ફાયદાઓને કારણે એલોપેથીમાં પણ તેનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં એલોવેરા જેલ વિશે ઘણી બાબતો વિગતવાર કહેવામાં આવી છે.
- Advertisement -
એલોવેરાના ગુણો વિશે વાત કરીએ તો તેમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે. જે ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ દૂર કરી શકે છે. આ સિવાય તે એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર છે. એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચા પર પિમ્પલ્સ રેશિસને ઘટાડી શકે છે, કારણ કે તે ખરાબ બેક્ટેરિયાને દૂર કરીને ત્વચાને રિપેર કરવામાં મદદ કરે છે.
ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે એલોવેરા
ઘણા ફાયદા હોવા છતાં, એલોવેરા ત્વચાને નુકસાન પણ પહોંચાડે છે. જો તમે તેનો ખોટી રીતે ઉપયોગ કરો છો. તો તમારે ફાયદાને બદલે નુકસાન સહન કરવું પડી શકે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ચહેરા પર એલોવેરા લગાવ્યા પછી તરત જ ચહેરા પર શું ન લગાવવું જોઈએ.
- Advertisement -
એલોવેરા લગાવ્યા પછી તરત જ ત્વચા પર ન લગાવો આ વસ્તુઓ
ફેસ વોશ ચહેરા પરથી તેલ અને ગંદકી દૂર કરીને તેને સાફ કરવાનું કામ કરે છે. ચહેરો ધોયા પછી ચહેરો એકદમ સાફ દેખાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે એલોવેરા જેલ પણ એક પ્રકારનું ક્લીંઝર જ છે. જેના દ્વારા સ્કીનનું ડિપ ક્લિનિંગ પણ કરી શકાય છે.
બજાર આધારિત ઉત્પાદનોમાં કેમિકલ હોય છે. પરંતુ એલોવેરા નેચરલ તત્વોથી ભરપૂર હોય છે. તેને લગાવ્યા બાદ ફેસ વોશથી ચહેરો ન ધોવો. નિષ્ણાંતો માને છે કે તેના કારણે ચહેરા પર ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
ભૂલથી પણ ન કરતા આ ભૂલો
નિષ્ણાંતો માને છે કે જો તમે એલોવેરાથી સ્કિન કેર પછી તરત જ ફેસ વોશ કરવાની ભૂલ કરો છો તો તે પીએચ સ્તરને ખરાબ કરી શકે છે. જો આ ભૂલ સતત કરવામાં આવે છે તો આ સ્થિતિમાં ત્વચા પર કરચલીઓ થઈ શકે છે.
એલોવેરા જેલ લગાવ્યા બાદ તેને સામાન્ય પાણીથી જ ધોઈ લો. ઘણીવાર લોકો તેને દૂર કરવા માટે ફેસ વોશનો ઉપયોગ કરે છે અને આ એક પ્રકારની ભૂલ સાબિત થઈ શકે છે. સામાન્ય પાણીમાં કોઈ કેમિકલ નથી હોતા.