રાજ્યમાં લોકડાઉન પછી લૂંટની ઘટનાઓ સરેઆમ વધી રહી છે. ત્યારે જેતપુરમાં આજે એક મોટી લૂંટની ઘટના બની છે. શહેરના નાના ચોક વિસ્તારમાં રમાકાન્ત રોડ સોની બજારમાં લૂંટની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાઈક પર આવેલા લૂંટારુઓએ સોની યુવકને આંતરી તેની આંખમાં મચ્ચું નાંખીને લૂંટ ચલાવી હતી.
સોની બજારમાં 40 લાખની લૂંટ ચલાવી છે. આ ઘટનામાં બે શખ્સો દ્વારા સોનું અને રોકડ લૂંટી ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. સોની યુવક પાસેથી 800 ગ્રામ સોનુ અને બે લાખ રોકડા મળી અંદાજે 42 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. બીજી બાજુ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.
- Advertisement -
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે જેતપુરમાં સોની બજારમાં 40 લાખના દિલધડક સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. શહેરના નાના ચોક વિસ્તારમાં રમાકાન્ત રોડસોની બજારમાં આજે અજાણ્યા બે શખ્સો દ્વારા વેપારીની આંખમાં ચટણી નાંખી છરી બતાવી 40 લાખનું સોનાની લૂંટ ચલાવી હતી. વેપારી યુવક પાસે થેલામાં 700 ગ્રામ જેટલું સોનુ અને 2 લાખની રોકડ હતી. હોલસેલ સોનાના વેપારી મતવા શેરી તરફ જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કરીને લૂંટ ચલાવી હતી.
બીજી બાજુ ધોળા દિવસે શહેરમાં વચ્ચેવચ સોની બજારમાં 40 લાખનું સોનુ અને 2 લાખ રૂપિયા રોકડ સહિતની લૂંટથી ચકચાર મચી ગઈ છે. વેપારી ચીમન વેકરિયાને પગના ભાગે ઇજા પણ થઈ છે, જેના કારણે તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઘટના સ્થળના આસપાસના Cctvના આધારે તપાસ શરૂ કરી છે.