શહેરનાં ખરાબ રસ્તા અને ગેસ લાઇનનો મુદો ઉઠ્યો
જૂનાગઢ મહાનગર પાલીકાની સામાન્ય સભા મળી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાની સામાન્ય સભા મળી હતી,જેમાં શહેરનાં ખરાબ રસ્તા અને ગેસ લાઇનનાં કામનો મુદો ઉઠ્યો હતો. ભાજપનાં કોર્પોરેટરે કહ્યું હતું કે, અધિકારીઓની અણઆવડત કારણે સરકાર અને બોર્ડી બદનામ થઇ રહી છે. આવું થવા દેવામાં આવશે નહી.
જૂનાગઢ મહાનગર પાલીકાની આજે સામાન્ય સભા મળી હતી. મનપાનાં મેયર ગીતાબેન પરમારનાં અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનો પ્રારંભ થયો હતો. સામાન્ય સભામાં ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતીનાં ચેરમેન હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ ભીંભા, મહેન્દ્રભાઇ મશરૂ સહિતનાં ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટર હાજર રહ્યાં હતાં. મનપાની સામાન્ય સભામાં શહેરની હાલતને લઇ ચર્ચા કરવામાં આવી હતી.
જૂનાગઢમાં હાલ રસ્તા ખુબ જ ખરાબ છે.જેના કારણે લોકો ભાજપની બોર્ડી ઉપર આક્ષેપ કરી રહ્યાં છે. ત્યારે સામાન્ય સભામાં ભાજપનાં સંજયભાઇ કોરડિયાએ કહ્યું હતું કે, મનપાનાં અધિકારીઓની અણઆવડતનાં કારણે સરકાર અને બોર્ડી બદનામ થવા દેવામાં આવશે નહી. અધિકારીઓને નોકરી ન કરવી હોય તો છોડી દે. સરકાર અને બોર્ડીને બદનામ કરવાનું કામ કોઇ અધિકારી કરશે તો તે સ્વીકારમાં નહી આવે. જૂનાગઢમાં ગેસ લાઇનનું કામ ચાલી રહ્યું છે. તેને કોઇ પુછવાવાળું નથી. ડામર રોડ ઉપર સીસી રોડ કરી નાખવામાં આવે છે.બીજી તરફ કોંગ્રેસે પણ નરસિંહ મહેતા તળાવનાં બ્યુટીફીકેશન અને રસ્તાનો મુદે ઉઠાવ્યો હતો.