સરકારી નોકરી છોડીને બિઝનેસ શરૂ કરી યોગેશભાઈએ સફળતા મેળવી
યોગેશ પૂજારાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી મિત્રો સાથેની ખુશી શેર કરી
- Advertisement -
BSNLમાં ટ્રાન્સમિટર આસિસ્ટન્ટની 8500 પગારની નોકરી છોડી
પૂજારા ટેલિકોમ શરૂ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
પૂજારા ટેલિકોમના માલિક યોગેશભાઈ પૂજારાએ જસદણમાં મોબાઈલ રીટેલરની મુલાકાત લીધી હતી. યોગેશભાઈ પૂજારાએ પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર મુકી હતી જેમાં યોગેશભાઈ સાથે જસદણના રીટેલર મિત્રો દેખાઈ રહ્યા છે. જેમાં તેમણે લખ્યું હતું કે, બીએસએનએલમાં ફરજ બજાવતા મે જસદણમાં ઘણા વર્ષો વિતાવ્યા છે. અને અહીં આવીને હંમેશા આનંદ મળતો હોય છે. જ્યારે આ વખતે મોબાઈલ રીટેલર મિત્રોની મુલાકાત દરમિયાન કેટલાક જૂના મિત્રો સાથે ભેટો થઈ ગયો. અને તમામ મિત્રો સાથે બેસીને અહીં આવીને બધા સાથે બેસીને જૂની યાદો અને કિસ્સાઓ વાગોળ્યા હતા અને તમામ લોકોએ જૂના કિસ્સાઓ વાગોળ્યા હતા અને સમય વિતાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પૂજારા ટેલિકોમ સૌરાષ્ટ્ર ભરમાં પોતાની મોબાઈલ ડીલરશીપ ધરાવે છે. તો તેના શો-રૂમ અલગ અલગ વિસ્તારમાં છે યોગેશભાઈ પૂજારાએ પૂજારા ટેલીકોમના માલિક છે. સૌરાષ્ટ્રમાં અલગ અલગ શહેરોમાં તેના સ્ટોર છે.
- Advertisement -
પૂજારા ટેલિકોમના બ્રાન્ડ એમ્બેસેડર ગુજરાતી કલાકાર મલ્હાર ઠાકર છે. ત્યારે ગઈકાલે યોગેશભાઈ પૂજારાએ જસદણમાં આવેલા પૂજારા સ્ટોરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે રીટેલર મિત્રોની મુલાકાત લીધી હતી.
ઓછું ભણેલા અનેક ગુજરાતીઓએ બિઝનેસમાં સફળતા હાંસલ કરી છે. પણ સારી સરકારી નોકરી છોડીને બિઝનેસ શરૂ કરી સફળતા મેળવી હોય એવા ગણ્યા ગાંઠ્યા ગુજરાતીઓ છે. આવા ગુજરાતીઓમાં રાજકોટની પૂજારા ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડના માલિક યોગેશ પૂજારાનું નામ આગવી હરોળમાં આવે છે. પણ આ મુકામ સુધી પહોંચવા માટે યોગેશ પૂજારાની તનતોડ મહેનત અને ટેકનિકલ નોલેજનો મહત્વનો ફાળો છે. એક સમયે નવરાત્રીમાં ગરબે રમવા માટે એન્ટ્રી ફીના પૈસા ન ચૂકવી શકતા આ ગુજરાતી આજે 500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે.
બીએસએનએલમાં ટ્રાન્સમિટર આસિસ્ટન્ટની 8500 પગારની નોકરી છોડી બિઝનેસ શરૂ કરનાર યોગેશ પૂજારા આજે ગુજરાતભરમાં બિઝનેસ ધરાવે છે.