આશ્રય સ્થાનનું રૂપિયા 50.23 લાખનાં ખર્ચે નવીનીકરણ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ડેએનયુએલએમ યોજના અંતર્ગત ગાંધીચોકમાં આવેલા સોરઠ ભવન ખાતે ઘર વિહોણા માટે આશ્રયસ્થાનનું મેયર ગીતાબેન પરમારનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આશ્રયસ્થાનાં નવીનીકરણ માટે ગાંધીનગર જીયુએલએમ દ્વારા રૂયિપા 50.23 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમજ આશ્રયસ્થાનનું સંચાલત અમદાવાદ ખાદી ગ્રામ ઉદ્યોગને સોંપવામાં આવ્યું છે. આશ્રયસ્થાનની ક્ષમતા 30 લોકોની રહેવાની છે. અહીં ઘર વિહોણા લોકો માટે રહેવાની ઉપરાંત ભોજનની વ્યવસ્થા,શુધ્ધ પાણી, સુવાનાં બેડ સહિતની સુવિધા પુરી પાડવામાં આવી છે. તેમજ મહિનામાં બે વખત હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે.
- Advertisement -
જૂનાગઢ મનપા હદમાં કુલ 3 શેલ્ટર કાર્યરત છે. જેની ક્ષમતા 60 છે. હવે કુલ 120 લાભાર્થીઓને લાભ મળશે. આ પ્રસંગે કમિશ્ર્નર રાજેશ તન્ના, વાલભાઇ આમછેડા, વત્સલાબેન દવે, નિશાબેન ધાંધલ સહિતનાં હાજર રહ્યાં હતાં.