ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ક્ષત્રિય રાજપૂત સમાજ આગેવાન સમાજ શ્રેષ્ઠી દાતા સ્વ. બેચરભા પાંચાભા પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 225 બોટલ રક્તદાન થયું હતુ.
મહારક્તદાન કેમ્પમાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો, શહેરના રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય થયું હતુ.
મહારક્તદાન કેમ્પમાં બેડીપરા રાજપૂત સમાજ પ્રમુખ સમેશસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ અજીતસિંહ ચૌહાણ, બેડીપરા રાજપૂત સમાજ કારોબારી સમિતિ, સામતભા ડોડીયા, જે. વી.હેરમા, ધીરૂભા ડોડીયા, બલદેવસિંહ સિંધવ, રાજકીય આગેવાનોમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભુપતભાઈ બોદર, પુષ્કરભાઈ પટેલ, રાજેશ્રીબેન ડોડીયા, દેવાંગભાઈ માંકડ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, અનુપમભાઈ દોશી, નલિનભાઈ તન્ના, સુનિલભાઈ વોરા, પરેશ પીપળીયા, કાળુભાઇ કુંગસિયા, નયનાબેન પેઢડિયા, કંકુબેન ઉધરેજા સહિતના મહાનુભાવોએ હાજરી આપી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.