એલસીબીને સપ્લાયરને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ શહેરમાંથી 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો. બાદ જૂનાગઢનાં શખ્સને ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સને એલસીબીએ જોધપુરથી દબોચી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ એલસીબીએ શહેરનાં રામદેવપરા કસ્તુરબા સોસાયટીમાંથી હરેશ ભુપત વદરને 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા 2337800 સાથે ઝડપી લીધો હતો. જૂનાગઢનાં શખ્સને ડ્રગ્સનો જથ્થો સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ હાલ સુરત મુળ નારનોલ હરીયાણાવાળાએ સપ્લાય કર્યો હતો.
જૂનાગઢ એલસીબીએ સત્યેન્દ્રને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ રાજસ્થાનનાં જોધપુરમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. જેના પગલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, વિક્રમભાઇ ચાવડા, જયદિપભાઇ કનેરીયા, સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ ડેર સહિતની ટીમ સપ્લાયરને ઝડપી લેવા તૈયાર થઇ હતી. એલસીબીને ટીમ જોધપુર પહોંચી રેલવે સ્ટેશન પાસેથી સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટને દબોચી લીધો હતો. આગળની કાર્યવાહી કરી એ ડીવીઝન પોલીસને સોંપી દીધો હતો. જૂનાગઢ પોલીસે સપ્લાયરની અટક વધુ પુછપરછ હાથ ધરી છે.
સત્યેન્દ્ર જૂનાગઢમાં ડેરમાં નોકરી કરી ગયો હતો
જોધપુરથી ઝડપાયેલો સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ જૂનાગઢની માહી ડેરમાં નોકરી કરતો હતો. અહીં તે વોંચમેનમાં નોકરી કરતો હતો અને જૂનાગઢનાં 10 જેટલા લોકોનાં સંપર્કમાં હતો.તેમજ અવાર નવાર જૂનાગઢ આવતો જતો રહેતો હતો.
- Advertisement -
અન્ય લોકોનાં નામ ખલ્લે તેવી શકયતા
જૂનાગઢ એલસીબીએ ડ્રગ્સમાં સપ્લાયરને ઝડપી લઇ તપાસ શરૂ કરી છે.
આ કેસમાં અન્ય નામ લોકોનાં નામ પણ ખુલ્લે તેવી શકયતા છે.