આ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો અભિવાદન માટે રસ્તાની બંને બાજુએ દેખાઇ રહ્યા છે. કોરોના પછી ગુજરાતમાં PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. જે બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સ્થિત કમલમ સુધી પીએમ મોદીનો રોડ-શો યોજાઇ રહ્યો છે.
વડાપ્રધાનના આ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો અભિવાદન માટે રસ્તાની બંને બાજુએ દેખાઇ રહ્યા છે. કોરોના પછી ગુજરાતમાં PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. જે બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કમલમ ખાતે પીએમ મોદી અંદાજે દોઢથી બે કલાક રોકાશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપની જીત પછી પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ, ગુજરાતમાં રોડ શો શરૂ કર્યો.
- Advertisement -
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા છે. આ સાથે લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.

વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, સવારે સાડા નવ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છે. એરપોર્ટથી કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાન નરેન્ન્દ્ર મોદી સાંજે ચાર વાગે જીએમડીસી ગ્રાઉન્ડ પર મારૂ ગામ, મારૂ ગુજરાત કાર્યક્રમને લઈને સ્થાનિક સ્વરાજયના એક લાખ 38 હજારથી વધુ સભ્યોને સંબોધિત કરશે. આજે સાંજે ચાર વાગે અમિત શાહ પણ અમદાવાદમાં આવશે. સાંજે છ વાગે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક, નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત તમામ ટ્રસ્ટીઓ બેઠકમાં રહેશે હાજર. PM મોદીની મુલાકાતને લઈને આજનું વિધાનસભાનું સત્ર રદ કરાયું છે.
- Advertisement -
આ ઉપરાંત, આજથી ત્રણ દિવસ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધી સભાની સૌથી મહત્વની બેઠક, પીરાણાના પ્રેરણાપીઠના નિષ્કલંકી નારાયણ તીર્થધામમાં આયોજીત કાર્યક્રમમાં મોહન ભાગવત સહિત સંઘ અને ભગીની સંસ્થાના પ્રધિનિધીઓ ભાગ લેશે. સંત પુનિતાચારીજીનાં આજે અંતિમસંસ્કાર થશે, 8 માર્ચના રોજ દત્ત ઉપાસક સંત પુનિતાચારીજી દત્તશરણ પામ્યા હતા. આજે તેમના આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.


