હા! સો વર્ષ પહેલાં કાશીમાં એક સાધુએ સૌર ઊર્જા વડે એ કરી બતાવ્યું હતું
જગદીશ આચાર્ય
મરેલા તે કદી ફરી જીવતા થતાં હશે?ન જ થાય.પણ કોઈ એમ કહે કે મરેલા પણ જીવતા થાય અને બનારસના એક યોગીએ એ કરી પણ બતાવ્યું હતું તો પણ આપણને એમ જ લાગે કે આ એક મોટી સાઈઝના બણગાંથી વધીને કાંઈ નથી.પણ ના, આ બણગાં નથી.ઇતિહાસના ચોપડે નોંધાયેલી આ વાત છે. પોલ બ્રન્ટન નામના એક અંગ્રેજ પત્રકારને ભારતની આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે તીવ્ર આકર્ષણ હતું.20મી સદીના પ્રારંભે તે ભારત આવ્યો અને વર્ષો સુધી સત્યની શોધમાં રખડયો.તેની આ યાત્રા દરમિયાન એ અનેક યોગીઓ,ફકીરો,સાધુઓ અને ગુરુઓના પરિચયમાં આવ્યો હતો.તેના પરથી 1934માં તેણે ‘અ તયફભિવ શક્ષ તયભયિિં ઈંક્ષમશફ‘ નામની એક ખૂબ જાણીતી બુક લખી હતી.
- Advertisement -
એ પુસ્તકમાં બનારસનો એક કિસ્સો લખેલો છે.પોલ બ્રન્ટનને એવી જાણકારી મળી હતી કે બનારસમાં એક યોગી પાસે મરેલાને જીવતા કરવાની સિદ્ધિ છે.પોલ એની ખરાઈ કરવા બનારસ ગયો અને વિશુદ્ધાનંદ નામના એક યોગીને તેમના નિવાસસ્થાને મળ્યો.તે પછી પોલ લખે છે,” ઓરડામાં માં ઊડતી એક ચકલીને યોગીના એક શિષ્યએ ગળું દબાવીને મારી નાખી. ચકલીના શરીરમાં જીવ નથી એ મેં ચેક કર્યું.એક કલાક સુધી ચકલીનો નિર્જીવ દેહ ત્યાં પડ્યો રહ્યો.ત્યાર બાદ યોગીએ એક મેગ્નિફાઈંગ ગ્લાસ દ્વારા સૂર્યના એકત્રિત થયેલા કિરણો ચકલીની મૃત આંખ પર ફેંક્યા અને થોડી વાર પછી કાંઈક બોલ્યા.અચાનક ચકલીએ તરફડીયા મારવાનું શરૂ કર્યું,પગ પર બેઠી થઈ પાંખો ફફડાવી અને પછી ઉડવા લાગી.અડધો કલાક સુધી રૂમમાં ઊડ્યા બાદ ચકલી જમીન ઉપર પડી અને ફરી મરી ગઈ.”એ ચકલીને વધારે આયુષ્ય આપી શકાયું હોત કે કેમ તેવો પ્રશ્ન પોલે કર્યો ત્યારે,”આનાથી વધારે હું કાંઈ બતાવી શકીશ નહી” એમ કહી યોગીએ વાત ટાળી દીધી.મરેલી ચકલી જીવતી થઈ શકતી હોય તો મરેલા માણસ પણ જીવતા થાય કે નહીં?પોલ આ ચમત્કારથી સ્તબ્ધ થઈ ગયો હતો.મરેલી ચકલીને ફરી જીવતી થતી એણે પોતાની નરી આંખે જોઇ હતી.બાદમાં યોગી તેને કહે છે કે એ ઘટનાને યોગ સાથે કાંઈ લેવા દેવા નહોતી. એ સાયન્સ હતું. જજ્ઞહફિ જભશયક્ષભય, સૌર ઊર્જાનું વિજ્ઞાન. યોગીએ સમજાવ્યું કે સૂર્યના કિરણોમાં સંજીવની એટલે કે જીવન પ્રદાન કરતી શક્તિ છે.
સૂર્ય પ્રકાશમાં અવકાશમાં સર્વત્ર વ્યાપ્ત એવુ એક અપાર્થિવ તત્વ હોય છે.તેને જાણી લઈએ અને જો તેનો ઉપયોગ કરવાની યોગ્ય પદ્ધતિનું જ્ઞાન હોય તો સૌર ઊર્જાથી મરેલાને જીવતાં કરી શકાય.બાદમાં યોગી એ અંગ્રેજને પોતાની લેબોરેટરીમાં લઇ જાય છે.યુરોપીયન ડિઝાઇનના એ બિલ્ડિંગમાં વીશાળ બારીઓની જ્ગ્યા રાખવામાં આવી હતી.એ બારીઓમાં કાચની સોલાર પેનલ મુકવાની બાકી હતી.યોગીના કહેવા મુજબ તેમને જે સાઈઝ અને સ્પેસિફિકેશનના કાચ જોતા હતા તે ભારતમાં ક્યાંય બનતા ન હતા.યોગીએ જે સ્પેસિફિકેશન આપ્યું તે આ હતું.”કાચ 12 ફૂટ ઊંચા,8 ફૂટ પહોળા અને 1 ઇંચની જાડાઈ વાળા તથા રંગીન કાચ પારદર્શક અને એર બબલ વગરના હોવા જોઈએ.”ઇંગ્લેન્ડમાં જો એવા કાચ પ્રાપ્ય હોય તો તપાસ કરવા યોગીએ પોલને વિનંતી કરી હતી પણ એ સમયે ત્યાં પણ એવા કાચ બનતા ન હતા.સવાલ એ હતો કે યોગીને એ જ્ઞાન ક્યાંથી મળ્યું?યોગીને એ વિદ્યા તિબેટના એક સાધુ પાસેથી મળી હતી.12 વર્ષ સુધી એ સાધુ પાસેથી યોગનું જ્ઞાન મેળવ્યા બાદ તેઓ પરિપક્વ થઈ ગયા તે પછી એ સાધુએ વિશુદ્ધાનંદને સોલાર સાયન્સનું જ્ઞાન આપ્યું હતું.યોગીના જણાવ્યા મુજબ તેમના એ ગુરુની ઉંમર 1200 વર્ષની હતી અને હજુ ત્યારે પણ તેઓ હયાત હતા.આ વાત કોણ માને?પોલે પણ ન માની હોત પણ તેના ભારત ભ્રમણ દરમિયાન તેને દીર્ઘાયુ ધરાવતા અન્ય બે સાધુના પણ પરિચય થઈ ગયા હતા.વળી સૌર ઊર્જાથી જીવન લંબાવી શકાય છે અને મૃત્યુને પાછું ઠેલી શકાય છે એ તો એણે થોડીવાર પહેલાં જ પોતાની નરી આંખે જોયું હતું ત્યારે એ વિજ્ઞાન શીખવનાર પોતે પોતાનું આયુષ્ય ઈચ્છે ત્યાં સુધી લંબાવી શકે એ ન માનવને કાંઈ કારણ ન હતું.પોલ બ્રન્ટને આ બધી વાતો તેના આ પુસ્તકમાં લખી છે.
એ ઘટનાને હજુ એક સદી જ થઈ છે.બનારસમાં ક્યાંક વિશુદ્ધાનંદનો ઇતિહાસ છુપાયેલો હશે.એમની એ લેબોરેટરીના અવશેષો પણ કદાચ હશે.એમના શિષ્યોની ત્રીજી કે ચોથી પેઢી પણ હયાત હશે. સૌર ઊર્જાનું એ જ્ઞાન અને વિજ્ઞાન હજુ પણ ક્યાંક સચવાયું હશે.અત્યારે સૂર્ય શક્તિ સંદર્ભે આપણી પહોંચ માત્ર વીજળી ઉત્પાદન પૂરતી મર્યાદિત છે.પણ આ કિસ્સો કહે છે કે તે શક્તિની કોઈ મર્યાદા નથી.સૂર્ય જીવનનો સ્ત્રોત છે.આપણે હિન્દુઓએ સૂર્ય ને નારાયણ કહ્યા છે.આપણેતો સૂર્યની પૂજા કરીએ છે,આપણી પાસે સૂર્યની સ્તુતિ માટેના શ્લોક છે.પરંપરાથી એ ઉતરી આવ્યું છે,પણ તેની પાછળનું વિજ્ઞાન ભુલાઈ ગયું છે.આપણા પ્રાચીન ઋષિઓ અને યોગીઓ કેવા મહાન હશે?આપણે એ મહાન સંસ્કૃતિના વારસદારો છીએ.પોલ બ્રન્ટનનું પુસ્તક જણાવે છે કે એક સદી પહેલા બનારસમાં સૌર ઊર્જા પર મહાસંશોધન થઈ રહ્યું હતું.વિજ્ઞાન કદાચ વર્ષો પછી સૂર્ય શક્તિના આવા વણઉકલ્યા રહસ્યો જાણી શકશે અને ત્યારે આપણે ગૌરવભેર કહી શકશું કે આ બધું તો અમે સદીઓથી જાણતા હતા…