60 કરોડના નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટનું સીએમ હસ્તે ‘લોકાર્પણ’ પૂર્વે વિવાદ
દૂષિત પાણી છુપાવવા ક્લોરિનનો મારો; જીવસૃષ્ટિ પર ખતરો
- Advertisement -
સરોવરનું એક ટીપું પાણી પીવા માટે નથી લેવાતું તેને ચોખ્ખું કરવાની ઘેલછા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ અને શાન ગણાતા ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના કાયાકલ્પ માટે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 60 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. હવે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે ત્યારે મુખ્યમંત્રીના હસ્તે તેને ખુલ્લું મૂકવાની તજવીજ તેજ બની છે. જોકે, મુખ્યમંત્રીના આગમન પૂર્વે સરોવરના દૂષિત પાણીને ‘ચોખ્ખું’ બતાવવાના મનપાના વિવાદાસ્પદ નુસખાએ પર્યાવરણપ્રેમીઓ અને શહેરીજનોમાં ભારે રોષ જગાડ્યો છે. નરસિંહ મહેતા સરોવરનું પાણી ક્યારેય પીવા માટે ઉપયોગમાં લેવાતું નથી. સામાન્ય રીતે માત્ર પીવાલાયક પાણીના શુદ્ધિકરણ માટે જ ક્લોરિનેશન કરવામાં આવતું હોય છે. પરંતુ અહીં આશ્ચર્યજનક રીતે, સરોવરમાં રહેલું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી મુખ્યમંત્રીને સ્વચ્છ દેખાય તે માટે છેલ્લા ત્રણ દિવસથી મોટા પ્રમાણમાં ક્લોરિન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શાસકો અને અધિકારીઓ પોતાની નિષ્ફળતા છુપાવવા આ પ્રકારના ‘ઉધામા’ કરી રહ્યા છે. અગાઉ ગટરનું દુષિત પાણી આવતું હતું ત્યાં સુધી વાંધો ન હતો હવે મુખ્યમંત્રી આવતા હોવાથી દુષિત પાણી સરોવરમાં ન આવે તે માટે તાબડતોબ ભૂગર્ભગટરની ડિઝાઈન ન હોવા છતાં નવી લાઈન નાખી દીધી, કૂવામાંથી સરોવરમાં પાણી લેવાનું શરૂ કરી દીધું, હવે નવા ઉધામામાં સરોવરમાં રહેલા દૂષિત પાણીને ચોખ્ખું કરવા માટે કલોરીન નાખવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ત્રણેક દિવસથી સરોવરમાં ફરતી તરફ ક્લોરીન નાખવા માટેની કામગીરી શરૂ કરવાની ચેષ્ટાથી વિવાદ થયો છે. મોટાભાગે લોકોને પીવા માટે આપવામાં આવતા પાણીને ચોખ્ખું કરવા માટે તેમાં ક્લોરીનેશન કરાતું હોય છે પરંતુ સરોવરના પાણીને ચોખ્ખું કરવા માટે ક્યારેય આવું કરાતું નથી. ક્લોરીનેશનના કારણે માછલાઓના મોત થવાનું શરૂ થશે ત્યારે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલભર્યું બની જાય તેમ છે. દર વખતે ઉનાળામાં પાણી ઘટી જવાથી અથવા ચોખ્ખું પાણી ઓછું થઈ જાય અને ગટરનું દૂષિત પાણી વધી જાય ત્યારે સેંકડો માછલાઓના મોત થાય છે. આવા સમયે કેમકે એટલી દુર્ગંધ આવે છે ત્યાંરે કોઈ વ્યક્તિએ પસાર થવું હોય તો પણ વિચાર કરવો પડે છે. હવે આ વખતે ક્લોરીને શનના કારણે માછલાઓના મોત થવાની શક્યતાઓ છે. જો આવી સ્થિતિ થઈ તો આસપાસના રહીશોની પણ ખરાબ હાલત થશે. શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે. શું મુખ્યમંત્રીને આવો તાયફો પસંદ હશે? તેમને આ અંગેની જાણ હશે ? નરસિંહ મહેતા સરોવરમાં માછલી સહિતના અનેક જળચર પ્રાણીઓ વસવાટ કરે છે. હાલમાં શિયાળાની સીઝન હોવાથી યાયાવર પક્ષીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક પક્ષીઓ, બગલા, મગર સહિતના જીવજંતુઓ નરસિંહ મહેતા સરોવરમાં વસવાટ કરી રહ્યા છે. તળાવમાં ઈઈંઘ2 (ક્લોરિન ડાયોક્સાઈડ) છાંટવાથી જળચર જીવસૃષ્ટિને નુકસાન થાય છે. ખાસ કરીને ઈઈંઘ2 એક શક્તિશાળી ઓક્સિડાઇઝર અને ડિસઈન્ફેક્ટન્ટ છે, જે બેક્ટેરિયા અને વાયરસને મારે છે, પરંતુ તે જળચર જીવો જેમાં માછલી, ઝીંગા, એમ્ફિબિયન, પ્લાન્કટન, શેવાળ વગેરે માટે પણ ઝેરી છે. ઈઈંઘ2 ઝડપથી ભવહજ્ઞશિયિં (ઈઈંઘ2-) માં રૂપાંતરિત થાય છે, જે વધુ સ્થિર અને લાંબા સમય સુધી અસર કરે છે. જેમાં માછલીઓ પર ગિલ્સ (ગલફણ)ને નુકસાન કરે છે અને ઓક્સિજન લેવામાં મુશ્કેલી, શ્ર્વાસની તકલીફ થાય છે. લાર્વા અને નાની માછલી વધુ સંવેદનશીલ હોય છે. પ્લાન્કટન, એમ્ફિબિયન એટલે કે દેડકાંના ટેડપોલને એન્ઝાઈમ અસર, હાર્ટ રેટ, સ્વિમિંગ બિહેવિયરમાં ફેરફાર થઈ જાય છે. શેવાળ અને માઇક્રોબાયલ કમ્યુનિટીમા વિક્ષેપ થવાથી ખોરાકની ચેઈનને અસર કરે છે. તળાવમાં ઓર્ગેનિક મેટર એટલે કે શેવાળ, પાંદડા વધુ હોય છે. ઈઈંઘ2 ઝડપથી ભવહજ્ઞશિયિંમાં બદલાય અને લાંબા સમય સુધી રહે છે, જેના કારણે ઓક્સિજન લેવલ ઘટે અને માછલીઓને ગુંગળામણ થવા લાગે છે. પીવાનાં પાણી માટે ઈઈંઘ2 નિયંત્રિત માત્રામાં 0.8 ળલ/ક સુધી સુરક્ષિત છે, પરંતુ તળાવ કે પ્રાકૃતિક જળાશયમાં છાંટવું જોખમી છે અને જળચર જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે.



