હવે અરાવલ્લી ભારતની જ નહીં, પરંતુ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે. ભૂગર્ભ વૈજ્ઞાનિકોના મત અનુસાર તેનો ઇતિહાસ 300 કરોડ વર્ષથી પણ વધુ જૂનો માનવામાં આવે છે-હિમાલયના જન્મથી ઘણો પહેલાનો. જ્યારે ઉત્તર ભારતનો મોટો ભાગ સમુદ્ર હેઠળ હતો, ત્યારે અરાવલ્લીના પહાડો ધરતી પર ઉભા હતા. સમય સાથે તે ઊંચાઈમાં ઘસાઈ ગઈ, પરંતુ તેનું મહત્વ ક્યારેય ઘટ્યું નહીં. લાખો વર્ષોથી આ પર્વતમાળા માત્ર પથ્થરોની શ્રેણી નથી રહી, પરંતુ થાર રણને અટકાવતી કુદરતી દીવાલ, વરસાદી પાણી સંગ્રહતી જળપ્રણાલી અને ઉત્તર ભારતના પર્યાવરણની રક્ષા કરતી ઢાલ બની રહી છે.
દિલ્હી-એનસીઆર અને રાજસ્થાન માટે અરાવલ્લી પ્રાકૃતિક એર-ક્ધડીશનર છે. તે ધૂળ રોકે છે, તાપમાન સંતુલિત રાખે છે અને હવામાનને સહનશીલ બનાવે છે. આ રક્ષણાત્મક ભૂમિકા નવી વ્યાખ્યામાં ક્યાંય ગણવામાં આવી નથી.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપનાવવામાં આવેલી નવી વ્યાખ્યા મુજબ હવે માત્ર આસપાસની જમીન કરતાં 100 મીટર કે તેથી વધુ ઊંચા પહાડોને જ ‘અરાવલ્લી’ માનવામાં આવશે. આ એક વાક્યમાં છુપાયેલો અર્થ ખૂબ ગંભીર છે કે હવે અરાવલ્લીના આશરે 90 ટકા કરતાં વધુ ભાગ કાનૂની સુરક્ષા બહાર થઈ જાય છે, કારણ કે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (ઋજઈં)ના મતે અરાવલ્લી વિસ્તારમાં કુલ 12,081 પર્વતો અથવા હિલોક્સમાંથી માત્ર 1,048 (લગભગ 8.7%) જ 100 મીટરથી વધુ ઊંચા છે, જેના કારણે બાકીના નીચા પર્વતો, જે અરાવલ્લીની મૂળ રચનાનો અભિન્ન ભાગ છે, હવે ખનન અને અન્ય વિકાસ માટે ખુલ્લા પડી શકે છે. સાંભળવામાં આ વ્યાખ્યા તકનીકી અને વૈજ્ઞાનિક લાગી શકે, પરંતુ હકીકતમાં તે અરાવલ્લીની મૂળ રચનાને જ નકારી દે છે, કારણ કે અરાવલ્લી રેન્જ એક સતત શ્રેણી છે જેમાં નીચા-ઊંચા પર્વતો, રિજીસ અને હિલ્સની વિવિધતા છે, અને આ નવી વ્યાખ્યા તેની ઇકોલોજીકલ અખંડિતતા (ભજ્ઞક્ષશિંક્ષીશિું ફક્ષમ શક્ષયિંલશિિું)ને તોડી નાખે છે, આ પ્રકારની હિલની વ્યાખ્યા ભારતીય પર્યાવરણીય કાયદામાં મૂળે 1986માં દક્ષિણના નીલગીરી પર્વત સંદર્ભે ઉદ્ભવી હતી, જ્યારે નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વની રચના અને શોલા જંગલો-ઘાસના મોઝેઇક ઇકોસિસ્ટમના રક્ષણ માટે વર્લ્ડ હેરિટેજ અને યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ હેઠળ પગલાં લેવામાં આવ્યા હતા, પરંતુ તે સમયેના નીચા પર્વતો અને ઇકોલોજીકલ કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને વ્યાપક અભિગમ અપનાવાયો હતો, જેની તુલનામાં અરાવલ્લી માટેની આ તંગ વ્યાખ્યા તેની જૂની જીયોલોજીકલ અને ડાયવર્સીટીની મહત્તા સામે અન્યાયકારી લાગે છે.
ઉપર કહ્યું તેમ, આ પ્રકારની સંકુચિત અને યાંત્રિક વ્યાખ્યાઓનો વિરોધ ભારતના પર્યાવરણ કાનૂની ઇતિહાસમાં પહેલેથી જ થયો છે. દક્ષિણ ભારતના નીલગીરી અને પશ્ચિમ ઘાટના સંદર્ભમાં ટી. એન. ગોદાવર્મન થિરુમુલપાડ દ્વારા 1995માં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી (ૠજ્ઞમફદફળિફક્ષ દત ઞક્ષશજ્ઞક્ષ જ્ઞર ઈંક્ષમશફ) એ સુપ્રીમ કોર્ટને પર્યાવરણ સંરક્ષણમાં ઐતિહાસિક વળાંક અપાવ્યો હતો. આ કેસમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે વન અથવા પર્વતીય વિસ્તારની વ્યાખ્યા માત્ર રેકોર્ડમાં લખાયેલા નામ કે ઊંચાઈ જેવા ટેકનિકલ માપદંડોથી નક્કી નહીં થાય, પરંતુ તેની વાસ્તવિક પર્યાવરણીય લાક્ષણિકતાઓ – જંગલો, ઢાળાઓ, જળસ્ત્રોતો, જમીનની રચના અને જીવસૃષ્ટિ -ના આધારે થશે. આ ચુકાદાએ નાના જંગલો, નીચી ટેકરીઓ અને પથ્થરીલા પટ્ટાઓને પણ કાનૂની સુરક્ષા આપવાનો માર્ગ ખુલ્લો કર્યો. આ જ પૃષ્ઠભૂમિમાં જો આજે અરાવલ્લી માટે આસપાસની જમીન કરતાં 100 મીટર ઊંચાઈને જ માપદંડ બનાવવામાં આવે, તો તે ગોદાવર્મન કેસ દ્વારા સ્થાપિત થયેલી વ્યાપક પર્યાવરણીય સમજથી વિરુદ્ધ જતું પગલું બને છે અને અરાવલ્લીની મૂળ રચના તથા કાર્યક્ષમતાને કાયદાકીય રીતે અદૃશ્ય બનાવી દેવાનો ખતરો ઊભો કરે છે.
અરાવલ્લીની મોટી ખાસિયત તેની ઊંચાઈમાં નહીં, પરંતુ તેના વિસ્તૃત ફેલાવા, નાની ટેકરીઓ, ઢાળાઓ અને પથ્થરીલા પટ્ટાઓમાં છે. આ જ ભૂમિરૂપો વરસાદી પાણી સંગ્રહે છે, ભૂગર્ભ જળ રીચાર્જ કરે છે અને રણને આગળ વધતા અટકાવે છે.અરાવલ્લી પર્વતમાળા ઊંચા, સતત અને ખડકાળ પહાડોની શ્રેણી નથી. સમયની લાંબી પ્રક્રિયામાં તે ઘસાઈ ગઈ છે અને આજે તે નાની ટેકરીઓ, પથ્થરીલા પટ્ટાઓ, ઢાળાઓ અને રિજેસના સ્વરૂપમાં વિસ્તરેલી છે. આ જ વિસ્તારો વરસાદી પાણી અટકાવે છે, જમીનમાં ઉતારે છે અને ભૂગર્ભ જળને જીવંત રાખે છે.
અરાવલ્લીની સાચી તાકાત તેની ઊંચાઈમાં નહીં,
અરાવલ્લીની વ્યાખ્યા બદલીને 90% પર્વતોને ખનન માટે ખુલ્લા મૂક્યા!
- Advertisement -
પરંતુ તેના વિસ્તૃત અને સૂક્ષ્મ ભૂગોળીય બંધારણમાં છે. અરાવલ્લી કોઈ ઊંચા, સતત અને ખડકાળ પહાડોની દીવાલ નથી; લાખો વર્ષોની ભૂગર્ભ પ્રક્રિયામાં તે ધીમે ધીમે ઘસાઈ ગઈ છે. પરિણામે આજે અરાવલ્લી નાની ટેકરીઓ, પથ્થરીલા પટ્ટાઓ, ઢાળાઓ અને રિજેસના સ્વરૂપમાં વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. પણ હવે, આ બધું જ ‘અરાવલ્લી નથી’ એવું કહેવામાં આવશે.
આમ, દેખાવમાં સામાન્ય લાગતી ભૂમિરૂપો જ અરાવલ્લીની પર્યાવરણિક ભૂમિકા નિભાવે છે. વરસાદી પાણી અહીં અટકે છે, ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળના સ્તરોને ફરી ભરવા મદદ કરે છે. આ જ કારણ છે કે અરાવલ્લી થાર રણના વિસ્તરણને રોકતી કુદરતી અવરોધરૂપે કાર્ય કરે છે. જો આ નાની ટેકરીઓ અને પથ્થરીલા પટ્ટાઓ નષ્ટ થાય, તો રણ આગળ વધે, પાણી ઝડપથી વહી જાય અને પ્રદેશ વધુ શુષ્ક બનતો જાય.
આથી અરાવલ્લીને માત્ર કેટલી ઊંચી છે એ માપદંડથી જોવું મૂળભૂત ભૂલ છે. તેની સાચી ઓળખ તેની જળસંચય ક્ષમતા, પર્યાવરણ સંતુલન અને રક્ષણાત્મક ભૂમિકામાં છે-જે નવી વ્યાખ્યામાં નજરઅંદાજ થઈ રહી છેલગ્ન માટેનો સીધો અર્થ શું થાય છે?
જ્યાં પહેલા ખાણકામ, મોટા બાંધકામ અને રિયલ એસ્ટેટ પર પ્રતિબંધ હતો, ત્યાં હવે રસ્તો ખુલ્લો થઈ જશે. વિકાસના નામે ખોદકામ થશે, ટેકરીઓ સપાટ કરાશે અને કોન્ક્રીટ ઊભી થશે. જ્યારે પાણી ઘટશે, ગરમી વધશે અને પ્રદૂષણ ફેલાશે-ત્યારે કોઈને યાદ નહીં આવે કે સમસ્યા ક્યાંથી શરૂ થઈ.
સુપ્રીમ કોર્ટ કહે છે કે ‘સસ્ટેનેબલ માઇનિંગ પ્લાન’ બનાવાશે અને નવા ખાણકામ પર હાલ રોક છે. પરંતુ અનુભવ કહે છે કે એક વખત કાનૂની દરવાજો ખુલ્લો થઈ જાય, પછી નિયંત્રણ માત્ર કાગળ પર જ રહે છે.
નવી 100 મીટર વ્યાખ્યા દ્વારા જ્યારે અરાવલ્લીને માત્ર આસપાસની જમીન કરતાં વધુ ઊંચા પહાડો સુધી સીમિત કરી દેવામાં આવે છે, ત્યારે તેની મોટાભાગની નાની ટેકરીઓ, ઢાળાઓ અને પથ્થરીલા પટ્ટાઓ કાનૂની રીતે અરાવલ્લી રહેતા નથી. તેનો સીધો અર્થ એ થાય છે કે આ વિસ્તારો પર માઇનિંગ, રિયલ એસ્ટેટ, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, હાઇવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લાગુ પડતી પર્યાવરણીય મર્યાદાઓ આપોઆપ હળવી થઈ જાય છે. સરકાર માટે જમીન ઉપલબ્ધતા વધે છે, મંજૂરી પ્રક્રિયા સરળ બને છે, કાનૂની પડકારો ઘટે છે અને રોયલ્ટી, લેન્ડ ક્ધવર્ઝન, સ્ટેમ્પ ડ્યુટી તથા ટેક્સ આવક વધારવાની તક ઊભી થાય છે. સાથે સાથે, આ વ્યાખ્યા સરકારને જવાબદારીથી દૂર રહેવાનું પણ એક સુવિધાજનક કવચ આપે છે: એક તરફ વિકાસનો લાભ મળે છે અને બીજી તરફ જો પર્યાવરણીય નુકસાન અંગે કોઈ આંગળી ઉઠાવે, તો સહેલો જવાબ તૈયાર રહે છે – આ તો સુપ્રીમ કોર્ટનો નિયમ છે, સરકારનો નહીં. અન્ય શબ્દોમાં કહીએ તો, કાગળ પર અરાવલ્લી બચાવી રહ્યા છીએ એવું કહી શકાય છે, જ્યારે વાસ્તવમાં અરાવલ્લીનો મોટો ભાગ વિકાસ માટે ખુલ્લો મૂકી દેવામાં આવે છે; પર્યાવરણ સંરક્ષણની ભાષા અને વિકાસની હકીકત વચ્ચેનું આ અંતર જ આ વ્યાખ્યાનો સૌથી ચોખ્ખો, પરંતુ ઓછો બોલાતો, રાજકીય ફાયદો છે.
આ નિર્ણય માત્ર પર્યાવરણનો મુદ્દો નથી; તે નીતિ અને દૃષ્ટિકોણનો મુદ્દો છે. શું આપણે કુદરતને માત્ર માપણી અને વ્યાખ્યાના ફ્રેમમાં બંધ કરીશું? કે પછી સમજશું કે કુદરત ગણિત કરતાં વિશાળ છે?
અરાવલ્લીને બચાવવું એટલે માત્ર પહાડો બચાવવા નહીં-
એનો અર્થ છે પાણી બચાવવું, હવા બચાવવી અને આવનારી પેઢીઓનું ભવિષ્ય બચાવવું.
વિકાસ જરૂરી છે, પરંતુ કુદરતને ખતમ કરીને થતો વિકાસ અંતે વિનાશમાં જ ફેરવાય છે. અરાવલ્લીનો કેસ એનું જીવતું ઉદાહરણ બની શકે છે-જો હવે પણ ચેતીએ નહીં તો.



