તલ અને મગફળી વેચવાનું કહીં 1,84,920 ડોલર પડાવી લઇ બુચ મારી દીધું
અરજી કરતા માત્ર 3 લાખ આપ્યા : અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલની બંટી ઓર બબલીએ ઇરાકના વેપારીને 1.63 કરોડનું બુચ મારી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે બગદાદ સ્થિત કંપનીના માલીકને વોટ્સએપ કોલ કરી ગોંડલની કર્તવ્ય પેઢીના માલિકોએ ફસાવી 108 મેટ્રીક ટન મગફળી તથા 54 મેટ્રીક ટન તલના 1,87, 920 ડોલર મેળવી લઇ હાથ ઊંચા કરી દેતાં ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
તામિલનાડુના મદુરાઈમાં રહેતાં રામકુમાર નાગનાથન ઉ.49એ ગોંડલ ગાયત્રીનગરમાં રહેતા કર્તવ્ય કોર્પોરેશન પેઢીના પ્રોપાઈટર સોનલ પટેલ અને તેના પતિ ઉર્વીષ પટેલ સામે 1.63 કરોડની છેતરપિંડી અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇરાકના બગદાદા ખાતે મેસર્સ વાડી અલસાહદ કંપનીના માલીક અબ્દુલા રજાક રાધીની કંપનીનુ ભારત દેશનું અને પુનના ગામના મોહમદ યુસુફ અંસારીનુ છેલ્લા પાંચ વર્ષથી લીગલ વર્કનું કામ કાજ કરે છે અબ્દુલા રજાક રાધી બગદાદામાં રહે છે ઇરાક સ્થિત કંપનીના માલીક અબ્દુલા રાધીએ ગત એપ્રિલ માસમાં વાત કરેલ કે, જાન્યુઆરી 2024માં મો.નં-75671 99046થી વોટસએપ ઉપર મેસેજ અને કોલ કરનાર પોતે સોનલ પટેલ ગુજરાતના હોવાનુ જણાવ્યું હતું પોતે તલ તેમજ મગફળીના મોટા વેપારી છે તે મોટા મોટા દેશોમા એકસપોર્ટ કરે છે. પોતે જી.એસ.ટી. તથા એકસપોર્ટ ઈમ્પોર્ટના સર્ટી વોટસએપ ઉપર મોકલી પોતાની પાસે તલ અને મગફળીનો માલ સારી ગુણવતાવાળો હોવાનુ કહીં ધંધો કરવા જણાવ્યું હતું જેથી દંપતી ઉપર પર વિશ્વાસ કરી તલ તથા મગફળી ખરીદવાનુ નક્કી કર્યું હતું આ માલ ખરીદવા માટે બંને પેઢીના તા-12/02/2025ના બે અલગ અલગ સેલ્સ કોન્ટ્રાકટ સાઇન કરેલ જેમા 108 મેટ્રીક ટન મગફળી તથા 54 મેટ્રીક ટન તલ ઇરાક ખાતે મારી કંપનીમા મોકલવાના અને આ 108 મેટ્રીક ટન મગફળીના અમેરીકન ડોલર 1,03,680 તથા 54 મેટ્રીક ટન તલના અમેરીકન ડોલર 84,240 થાય તે તેને ચુકવી આપવાનો લેખીત કરાર થયો હતો કરાર થતા જ સોનલ પટેલે કહેલ કે, આ માલનુ પેમેન્ટ મોકલી આપો જેથી તમારો માલ તાત્કાલીક મોકલી આપુ તેવી ખાતરી આપી ગોડાઉનમાં રહેલ તલ તથા મગફળીના ફોટા તથા વીડીયો વોટસએપમા મોકલેલ હતાં.
જેથી તેના વિશ્વાસમાં આવી ગત તા.12/03ના રોજ 54 મેટ્રીક ટન તલના 84,240 અમેરીકન ડોલર તથા તા.13/03ના 108 મેટ્રીક ટન મગફળી 1,03,680 અમેરીકન ડોલર કુલ 1,87,920 અમેરીકન ડોલર સોનલ પટેલના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતાં બાદમાં સોનલ પટેલને તલ તથા મગફળી મોકલવા જણાવતા બહાના બતાવતી હતી જેથી તેઓને મોકલેલ પેમેન્ટ પરત કરવા અથવા માલ મોકલવા બાબતે જણાવતાં તેઓએ કહેલ કે, હુ માલ મોકલી આપુ છુ. જે બાદ તે પૈસા પણ પરત ન આપી માલ પણ મોકલતા ન હતાં જેથી ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપતાં સોનલ પટેલે ગત તા.05/08ના રોજ 3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને બીજા રૂપીયા પણ ટુક સમયમા આપી દેવા મૌખીક જણાવતા આ અરજી ફાઇલે કરાવી દીધેલ હતી. પરંતુ આજ સુધી બાકીના રૂપીયા બાબતે ખોટા વચન-વાયદા આપતા હોય જેથી 1.63 કરોડ ઓળવી જતાં આ સોનલ પટેલ તથા ઉર્વીષ પટેલ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



