જોગડ ગામના વતની જયદીપભાઈ ઉર્ફે જાદુ જંજવાડિયા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડિત હોવાથી કંટાળી ગયા હતા
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
- Advertisement -
હળવદ તાલુકાના જોગડ ગામના રહેવાસી એક યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈને હળવદ રેલવે સ્ટેશન પાછળ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની નોંધ કરીને હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, જોગડ ગામે રહેતા જયદીપભાઈ ઉર્ફે જાદુ રાયધનભાઈ જંજવાડિયા (ઉં.વ. 27) નામના યુવાને ગત તા. 28મીના રોજ હળવદ રેલવે સ્ટેશન પાછળના ખુલ્લા મેદાનમાં પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી, જેના પરિણામે તેમનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડિત હતા અને આ બીમારીથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.



