20 બળાત્કાર, 18 હત્યાના દોષિત ઉમેશ રેડ્ડી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યો
પહેલા વીડિયોમાં ISIS આતંકી ઝુહૈબ મોબાઇલ ફોન વાપરતો દેખાયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બેંગલુરુની પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલની અંદરથી બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેદીઓ ગાતા, નાચતા અને પાર્ટી કરતા જોવા મળે છે. જો કે, આ વીડિયોની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી.
55 મિનિટનો આ વાઇરલ વીડિયો બારી પર ચાર દારૂની બોટલો બતાવે છે. આગળ, કેટલાક કેદીઓ ફ્લોર પર બેસીને વાસણો વગાડે છે. પાંચ કે છ કેદીઓ નાચી રહ્યા છે અને બૂમો પાડી રહ્યા છે.
આ વીડિયોમાં ડિસ્પોઝેબલ ગ્લાસમાં આલ્કોહોલ, પ્લેટમાં કાપેલા ફળ અને તળેલી મગફળી પણ દેખાય છે. ઘણા મોબાઇલ ફોન અને ચાર્જર પણ દેખાય છે. વાઇરલ વીડિયો લગભગ એક અઠવાડિયા પહેલાનો હોવાનું કહેવાય છે. આ પહેલા, શનિવારે સામે આવેલા પહેલા વીડિયોમાં, ISIS આતંકવાદી ઝુહૈબ હમીદ શકીલ મન્ના ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યો હતો. શકીલની ગઈંઅ દ્વારા 17 નવેમ્બર, 2021ના રોજ દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. અને તેના પર આતંકવાદી સંગઠનોમાં યુવાનોની ભરતી કરવાનો અને ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે.
- Advertisement -
મામલાની તપાસ ચાલી રહી છે : AIG
ISIS પી.વી. આનંદ રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ કેદીઓએ મોબાઇલ ફોન કેવી રીતે મેળવ્યા, જેલમાં કોણ લાવ્યું, કોણે તેમને આપ્યા, વીડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો અને તે મીડિયામાં કેવી રીતે લીક થયો, આ બધાની તપાસ કરવામાં આવી રહી છે.”



