સોશિયલ મીડિયા પર નેપાળના રાજકીય નેતાઓના ‘નેપો કિડ્સ’ની વૈભવી જીવનશૈલીના વીડિયો વાયરલ થયા, જેનાથી યુવાનોમાં ભારે રોષ ફેલાયો
દક્ષિણ એશિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી એક વાત વારંવાર દેખાઈ રહી છે. યુવાનો અને સામાન્ય લોકો ભ્રષ્ટાચાર, આર્થિક સંકટ અને રાજકીય અહંકાર સામે સડકો પર ઊતરી રહ્યા છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે નેપાળ બધે જ યુવાનોની લહેર તોફાન બનીને ઊભી થઈ છે. આજે નેપાળમાં યુવાનો સત્તાના અહંકાર સામે છાતી ઠોકીને ઊભા થયા છે. રસ્તાઓ પર સામાન્ય માણસ ઊતરી ગયો છે અને યુવાઓએ ગોળીઓ ખાઈને પણ હિંમત ન હારી. આંદોલન ફક્ત સોશ્યલ મીડિયા સુધી મર્યાદિત નથી રહ્યું તે ભ્રષ્ટાચાર, પેઢીઓના દમન અને આર્થિક વિનાશ સામેનું જંગ છે.
નેપાળના આ આંદોલને એટલો તોફાની સ્વરૂપ ધારણ કર્યો કે આખરે નેપાળની ઓલી સરકાર પડી ગઈ. મંત્રીઓ દેશ છોડીને ભાગવા લાગ્યા, પ્રધાનમંત્રીએ રાજીનામું આપ્યું છે અને દેશ છોડી જવાનો વિચાર કરવા લાગ્યા. સોશ્યલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવો પડ્યો અને સરકાર પત્ર લખીને લોકોને મનાવવાનો પ્રયાસ કરવા લાગી. પરંતુ પ્રશ્ર્ન એ છે શું હવે બહુ મોડું થઈ ગયું છે? આંદોલન ફક્ત સડકો સુધી ન હતું. એ સમગ્ર રાજકીય વ્યવસ્થાને હચમચાવી ગયો. અત્યાર સુધી 25 જેટલા લોકોના મોત થયા છે, સૈન્યના હાથમાં શાસન આવી ગયું છે. આ ચિત્રો ફક્ત દ્રશ્યો નથી, પરંતુ એક સિસ્ટમનો અરીસો છે. એક એવી સિસ્ટમ જ્યાં લોકો ભૂખ્યા, નગ્ન અને ગોળીઓની છાયા હેઠળ જીવે છે જ્યારે શાસકો પોતાના વૈભવી મહેલોમાં આરામથી સૂઈ રહ્યા છે.
નેપાળમાં હાલમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લોકો ૠયક્ષ-ણ આંદોલન તરીકે ઓળખાવી રહ્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે આ પ્રદર્શનમાં સૌથી મોટી ભાગીદારી યુવાનોની છે, ખાસ કરીને 18 થી 25 વર્ષના યુવાનોની, જેને આપણે જેનરેશન ઝેડ (ૠયક્ષ-ણ) તરીકે ઓળખીએ છીએ. આ યુવાનો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર પલે-વઢ્યા છે. તેઓ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક અને યૂટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર ખૂબ સક્રિય રહે છે. નેપાળ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ સૌથી વધુ નારાજગી પણ આ યુવાનોમાં જોવા મળી. આ પ્રદર્શનને ચાલું રાખવામાં અને મૌખિક-વ્યક્તિગત રીતે પ્રભાવ પાડવામાં આ ડિજિટલ યુવાનો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન શાળાઓ અને કોલેજોની વસ્ત્રધારણમાં યુવાનો રસ્તાઓ પર ઉતર્યા. તેમણે પોતાના જ બેનર અને પોસ્ટર તૈયાર કર્યા, નારા લગાવ્યા અને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયા વગર વિરોધ વ્યક્ત કર્યો. આ રીતે, આ આંદોલન કોઈ રાજકીય પક્ષ અથવા સંસ્થાની કામગીરી નહીં, પરંતુ નવા યુવાનોની પોતાની બગાવતી શક્તિ તરીકે ઉભરી આવ્યું. જ્યારે આ યુવાનો પોતાનો આક્રોશ અને માંગણીઓ વ્યક્ત કરે છે, ત્યારે તેઓ કોઈ જૂની પેઢીના માર્ગદર્શિત કે રાજકીય પ્રવૃત્તિમાં બંધાયેલા નથી. તેઓના આંદોલનનો માળખું સ્વતંત્ર, નવીન અને આધુનિક છે. આ જ કારણ છે કે નેપાળના આ પ્રદર્શનને ૠયક્ષ-ણ અપરાઇઝિંગ અથવા ૠયક્ષ-ણ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે.નેપાળમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયામાં રાજકીય નેતાઓ અને તેમના પરિવારોની વૈભવી જીવનશૈલીના વિડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. આ ટ્રેન્ડને ગયાજ્ઞ ઊંશમ / ગયાજ્ઞ ઇફબુ તરીકે ઓળખાવવામાં આવે છે, જેનો અર્થ થાય છે – તાકતવર લોકોના બાળકો. વિશેષ કરીને, પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી, પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા અને પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના પરિવારને આ ટ્રેન્ડમાં નિશાન બનાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા વિડિયો અને તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં તેમના બાળકોને મોંઘી કાર, વિદેશી શિક્ષણ અને બ્રાન્ડેડ કપડાં સાથે બતાવવામાં આવ્યું છે. આ તસવીરો અને વિડિયોએ યુવાનોમાં ગફલત અને અસંતોષને વધારી દીધું. નેપાળમાં દર વર્ષીય વ્યક્તિની આવક માત્ર લગભગ 1,300 ડોલર છે. યુવાનોની આ વધતી નારાજગીને જોઈને સરકારને લાગ્યું કે જો આ સ્થિતિ પર ઝડપી નિયંત્રણ નહીં રાખવામાં આવ્યું તો પરિસ્થિતિ વધુ બગડી શકે છે.
- Advertisement -
જ્યાં સામાન્ય નાગરિકની વાર્ષિક આવક માત્ર 1,300 છે, ત્યાં નેતાઓના બાળકોની મોંઘી કાર અને વિદેશી શિક્ષણના દ્રશ્યોએ આગમાં ઘી હોમ્યું
મીડિયાની ચર્ચા અને બુદ્ધિજીવીઓની હકીકત: આવા સંજોગોમાં અનેક પ્રેસ મીડિયા અને ખોખલા બુદ્ધિજીવીઓ સ્ટેટમેન્ટ આપવા લાગ્યા ૠઊગ ણ તો સામાન્ય યુવાઓનું જૂથ છે, એ શું કરી શકે? કેટલાક તો એટલા આગળ વધ્યા કે કહેવા લાગ્યા હવે આવો વારો ભારતનો છે. આવા નિવેદનો સાંભળી હસી પણ આવે છે અને ગુસ્સો પણ. અરે, શું તમને ભારતની તાકાત અને તેના ફાઉન્ડેશનની ખબર છે? ભારતને શ્રીલંકા કે બાંગ્લાદેશ જેવા નાના દેશો સાથે સરખાવવા જાઓ છો? આવી તુલના કરવી એ પોતાનું જ જ્ઞાનહીનપણું સાબિત કરવું છે. ભારતની મજબૂતાઈ એ છે કે અહીં લોકશાહીનું માળખું ગાઢ છે. નેપાળમાં છેલ્લા 17 વર્ષમાં 13 સરકારો પડી ગઈ છે, જ્યારે ભારતમાં કોઈપણ પક્ષની સરકાર આવી હોય યુપીએ, એનડીએ કે અટલજીની તે સરકાર પોતાની પૂર્ણ અવધિ સુધી ટકી રહી છે. ભારતમાં સત્તાનો પરિવર્તન લોકશાહી રીતથી થયો છે, કોઈ તોફાન કે ક્રૂરતા દ્વારા નહીં. એટલા માટે ભારતની તુલના શ્રીલંકા, બાંગ્લાદેશ કે નેપાળ સાથે કરવી એ નિમ્નકક્ષાનું જીઓપોલિટિકલ વિચાર છે.
બે પ્રકારના મૂર્ખો અને ભારત વિરોધી માનસિકતા: આજના સમયમાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અલગ ઓળખ બનાવી રહ્યું છે. અર્થવ્યવસ્થા, ટેકનોલોજી, રક્ષા, અવકાશવિજ્ઞાન અને રાજનૈતિક કુશળતાના કારણે ભારતને વૈશ્વિક શક્તિ તરીકે સ્વીકારવામાં આવી રહ્યું છે. છતાં પણ દેશમાં અને દેશની બહાર એવા કેટલાક વિચારો છે જે ભારતની પ્રગતિને ઓછું બતાવવા, શંકાસ્પદ બનાવવા અથવા અવગણવા પ્રયત્ન કરે છે.
1. નાના અને અસ્થિર દેશો સાથે ભારતની તુલના કરનાર કેટલાક લોકો ભારત જેવા વિશાળ અને બહુમુખી દેશની તુલના એવા નાના, અસ્થિર અને આંતરિક વિવાદોથી પીડાતા દેશો સાથે કરે છે. તેઓ ભારતના પડકારોને સમજી શકતા નથી અને માત્ર નકારાત્મક ચિત્ર જ દુનિયા સમક્ષ મૂકે છે. હકીકતમાં ભારતની લોકશાહી, લોકશક્તિ અને સંસ્કૃતિની ઊંડાણભરી પરંપરા એ દેશને સતત આગળ ધપાવતી શક્તિ છે. આવા લોકો ભારતની સરખામણી કરીને પોતાના જ દેશનું અપમાન કરે છે.
2.ખોખલી જ્ઞાનશક્તિને જીઓપોલિટિક્સ તરીકે રજૂ કરનાર બીજી તરફ કેટલાક લોકો એવા છે જેઓના પાસે વિષયનો ઊંડો અભ્યાસ નથી, છતાં તેઓ ભવિષ્યવાણી કરે છે કે આગળનો નંબર ભારતનો છે. આ લોકો નકારાત્મકતા ફેલાવે છે, સમાજમાં અશાંતિ પેદા કરે છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે. આવા બુદ્ધિજીવીઓ જાણતા અજાણતા ભારતના દુશ્મનોના પ્રચારને મજબૂત બનાવે છે.હાલમાં એક ઓસ્ટ્રિયાના મહાશયએ ભારતનો નકશો તોડીને બતાવવાનો પ્રયત્ન કર્યો કે ભારતને અલગ અલગ ટુકડાઓમાં વહેંચી શકાય. પ્રશ્ર્ન એ છે કે – આવા વિદેશી કાવતરાખોરો અને આપણા પોતાના દેશમાં બેઠેલા આ બુદ્ધિજીવીઓમાં શું ફરક રહ્યો? જ્યારે પોતાના લોકો જ દેશ વિશે ખોટી ધારણા ફેલાવે છે, ત્યારે બહારના શત્રુઓને કંઈ ખાસ મહેનત કરવાની જરૂર જ નથી પડતી. ભારત એક એવી સંસ્કૃતિ છે જે હજારો વર્ષોથી અનેક પડકારોનો સામનો કરીને અવિરત ટકી રહી છે. આ ભૂમિએ અનેક આક્રમણો, વિભાજનો અને ત્રાસ સહન કર્યા છે, છતાં તે વધુ મજબૂત બની ઊભી રહી છે. એવા સમયમાં નકારાત્મકતા ફેલાવનાર મૂર્ખોને ઓળખવાની જરૂર છે. તેમને સમાજમાં પ્રોત્સાહન આપવાને બદલે, તેમની ખોખલી વાતોનો તર્કસંગત જવાબ આપવો એ દરેક જાગૃત નાગરિકનું કર્તવ્ય છે. ભારત આજે વૈશ્વિક નકશા પર એક મજબૂત, સ્થિર અને પ્રગતિશીલ દેશ તરીકે ઉભું છે. ઘણીવાર કેટલાક લોકો ભારતની તુલના તેના નાના પડોશી દેશો સાથે કરે છે, પરંતુ આવી તુલના માત્ર અજ્ઞાનતા જ કહી શકાય. ભારત અમેરિકાની કે ચીન જેવી મહાશક્તિઓ સામે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સક્ષમ છે. અહીંની લોકશાહીની શક્તિ એવી છે કે સરકારો બદલાતી રહે, છતાં સંસ્થાઓ અડગ અને અખંડિત રહે છે. લોકોનો વિશ્વાસ રાજકીય વ્યવસ્થામાં ટકેલો છે, અને આ વિશ્વાસ જ દેશની સૌથી મોટી તાકાત છે.
ભારતની યુવાની એ દેશની જીવંત શક્તિ છે. અન્ના હઝારેનું આંદોલન હોય કે જયપ્રકાશ નારાયણનું આંદોલન બંનેએ બતાવ્યું કે અહીં યુવાનોનો અવાજ હંમેશા રચનાત્મક પરિવર્તન માટે ઊભો થયો છે, વિનાશ માટે નહીં. જ્યારે યુવાનો અસંતોષ વ્યક્ત કરે છે, ત્યારે તેનો હેતુ લોકશાહી પ્રણાલીને તોડવાનો નથી, પરંતુ તેને વધુ શુદ્ધ અને મજબૂત બનાવવાનો છે. નેપાળ, શ્રીલંકા અથવા બાંગ્લાદેશ જેવા દેશોમાં ઘણીવાર રાજકીય અસ્થિરતા, આર્થિક સંકટ અને સામાજિક ઉથલપાથલ જોવા મળે છે. ત્યાં સરકારો લાંબા સમય સુધી ટકી શકતી નથી. પરંતુ ભારતની વિશિષ્ટતા એ છે કે અહીંના લોકોનું લોકશાહી પ્રત્યેનું અવિશ્વાસ ક્યારેય વ્યાપક સ્વરૂપ લેતું નથી. અસ્થિરતા ફેલાવવાના દરેક પ્રયાસો નિષ્ફળ સાબિત થાય છે, કારણ કે ભારતના લોકો પોતે જ લોકશાહી વ્યવસ્થાની રક્ષા કરે છે. દુનિયામાં અનેક ક્રાંતિઓએ ઇતિહાસ લખ્યો છે, પરંતુ મોટાભાગે એ ક્રાંતિઓ વિનાશ અને ત્રાસ બાદ સ્થિરતા તરફ ગઈ છે. ભારતના યુવાનોનો માર્ગ હંમેશા ભિન્ન રહ્યો છે. અહીં યુવાનો દેશની વિકાસયાત્રાને ગતિ આપે છે, નવી ટેકનોલોજી, નવી વિચારો અને નવી ઉર્જા દ્વારા દેશને મજબૂત બનાવે છે. તેઓ પરિવર્તન લાવે છે, પરંતુ એ પરિવર્તન દેશની સ્થિરતા અને પ્રગતિ માટે જ હોય છે.
- Advertisement -
નેપાળમાં યુવાનોનું ૠયક્ષ-ણ આંદોલન તેજ, સોશિયલ મીડિયા બન્યું મુખ્ય હથિયાર
દેશમાં ફેક એકાઉન્ટ દ્વારા અફવાઓ અને ઘૃણા ફેલાઈ રહી હતી, જેના કારણે સાયબર ક્રાઈમ વધી રહ્યો હતો અને સામાજિક વ્યવસ્થા ભંગ થવાની સ્થિતિ આવી રહી હતી. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને નેપાળમાં રજીસ્ટ્રેશન કરાવવું, સ્થાનિક પ્રતિનિધિ અને ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી અને ક્ધટેન્ટ ળજ્ઞમયફિશિંજ્ઞક્ષ માટે જવાબદારી લેવી ફરજિયાત કરી. કંપનીઓને 7 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ જ્યારે ફેસબુક, યૂટ્યૂબ, વોટ્સએપ અને ડ જેવી કંપનીઓએ આ સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં, ત્યારે સરકારએ તે સર્વિસીસ બંધ કરી દીધી. રીજિસ્ટ્રેશનમાં લાવવામાં આવેલી શરતોમાં સ્થાનિક ઓફિસ, ક્ધટેન્ટ હટાવવા માટે અધિકારી, કાનૂની નોટિસનો જવાબ અને યુઝર ડેટાનું શેરિંગ આવશ્યક હતું. આ શરતો નાના દેશમાં ખર્ચાળ હોવાથી મોટાભાગની પશ્ચિમી કંપનીઓએ આ સ્વીકાર્યું નહીં. તેમાં ડેટા પ્રાઈવસી અને અભિવ્યક્તિની સલામતી અંગેની ચિંતાઓ પણ શામેલ હતી. આ કારણે, 26 જેટલી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં અને નેપાળમાં સોશિયલ મીડિયા સાતત્ય માટે બંધ રહ્યું. આ દબાણમાં, સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને સાત દિવસની અંદર નેપાળમાં રજીસ્ટ્રેશન કરવાનું આદેશ આપી દીધું. આ પગલાથી સરકારે યુવાનોમાં ફેલાઈ રહેલા ગુસ્સા અને અસંતોષ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો.
આંદોલન હવે માત્ર સોશિયલ મીડિયા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે રાજકીય અહંકાર અને પેઢીગત દમન સામેનું વાસ્તવિક યુદ્ધ બની ગયું છે
યુવાનોની શક્તિ અને દેશના પરિવર્તનનો માર્ગ : આજના સમયમાં વારંવાર એક પ્રશ્ર્ન ઊભો થાય છે કે ૠયક્ષ ણ શું કરશે? આ પેઢી શું વાસ્તવમાં દેશના પરિવર્તનમાં કોઈ ફરક પાડી શકે? આવા પ્રશ્ર્નો ઘણીવાર શંકા સાથે પૂછવામાં આવે છે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે યુવાનોની તાકાતને ક્યારેય ઓછું આંકી શકાય તેમ નથી.
યુવાનો માત્ર ભવિષ્ય જ નથી, પરંતુ વર્તમાનના સર્જક પણ છે. તેમની ઉર્જા, જુસ્સો અને નવી વિચારસરણી એ સમાજમાં બદલાવ લાવવાની સૌથી મોટી શક્તિ છે. જે લોકો એક રૂમમાં બેસીને કહે છે કે યુવાનોમાં ક્ષમતા નથી, તેઓ કદાચ યુવાનીની તાકાતને ક્યારેય અનુભવી જ નથી. યુવાનોની સાથે સાથે ખેડૂતોની સંઘર્ષશીલ તાકાત પણ દેશના સામાજિક અને રાજકીય પરિવર્તનોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભારતના ઇતિહાસમાં ઘણાં પ્રસંગો એવા રહ્યા છે જ્યાં સામાન્ય માણસ, ખાસ કરીને યુવા પેઢી અને ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને મોટાં ફેરફારો લાવ્યા હતા. તેનો એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે જેપી આંદોલન (ઉંઙ ખજ્ઞદયળયક્ષિ)ં. જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ થયેલા આંદોલન સમયે યુવા પેઢીએ પોતાના કાંધ પર દેશના લોકશાહીને બચાવવાનો સંકલ્પ લીધો હતો. એ સમયની શક્તિશાળી પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકાર સામે યુવા અને ખેડૂતો ખુલ્લેઆમ વિરુદ્ધમાં ઉતરી આવ્યા હતા. આખરે પરિસ્થિતિ એવી બની કે ઇન્દિરા ગાંધીને પણ જેલ ભેગા કરાયા હતા. આ પ્રસંગ સાબિત કરે છે કે યુવા અને ખેડૂતો મળીને દેશની રાજકીય દિશા બદલી શકે છે.
તે પછી, મંડલ આંદોલન (1990) પણ યુવાનોના આગેવાન રૂપનું પ્રતિક છે. જ્યારે મંડલ કમિશનની ભલામણો અનુસાર આરક્ષણની નીતિ અમલમાં આવી, ત્યારે દેશભરમાં ખાસ કરીને કોલેજોના વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. આંદોલન અનેક જગ્યાએ ઉગ્ર બન્યું અને તેણે ભારતીય રાજનીતિ પર ગહન અસર પાડી. મંડલ આંદોલન બતાવે છે કે યુવાનો પોતાના ભવિષ્ય સાથે સંબંધિત નીતિઓને લઇને કેવી રીતે દેશવ્યાપી દબાણ ઊભું કરી શકે છે.
વર્ષ 2011માં થયેલું અન્ના હઝારેનું આંદોલન (ઈંક્ષમશફ અલફશક્ષતિં ઈજ્ઞિિીાશિંજ્ઞક્ષ ખજ્ઞદયળયક્ષિ)ં પણ એનું જીવંત ઉદાહરણ છે. ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ બિલ માટે દેશભરના હજારો યુવાનો મેદાનમાં ભેગા થયા. ડિજિટલ યુગમાં આંદોલનને યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વિશાળ સપોર્ટ મળ્યો. કોલેજના વિદ્યાર્થીઓથી લઈને ઈંઝ પ્રોફેશનલ્સ સુધી, દરેક વર્ગના યુવાનો આ લહેર સાથે જોડાયા અને સરકારે જનઆક્રોશનો સામનો કરવો પડ્યો. આ આંદોલને સાબિત કર્યું કે આજની યુવા પેઢી માત્ર રસ્તા પર જ નહીં, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પરિવર્તન લાવી શકે છે.
માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ યુવાનોની શક્તિએ ઇતિહાસ બદલ્યો છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે અરબ સ્પ્રિંગ (અફિબ જાશિક્ષલ). વર્ષ 2010-2011 દરમિયાન ટ્યુનિશિયા, ઈજિપ્ત, લિબિયા, સીરિયા અને અન્ય અરબ દેશોમાં શરૂ થયેલી આ લહેરમાં સૌથી અગત્યની ભૂમિકા યુવા પેઢીએ ભજવી હતી. બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સ્વતંત્રતાના અભાવ સામે યુવાનો સોશિયલ મીડિયા અને મેદાનો પર ઉતરી આવ્યા. તેમની જાગૃતિએ સત્તાધારીઓને હચમચાવી નાખ્યા અને અનેક તાનાશાહી શાસકોને હટાવવાનો માર્ગ તૈયાર કર્યો. અરબ સ્પ્રિંગે દુનિયાને બતાવી દીધું કે જ્યારે યુવાનો જાગે છે, ત્યારે વિશ્વનું નકશો પણ બદલાઈ શકે છે.
તે જ રીતે, ચીનના તિયાનઆનમેન સ્ક્વેર આંદોલન (1989) પણ યુવાનોની શક્તિનું એક ઐતિહાસિક ઉદાહરણ છે. હજારો વિદ્યાર્થી અને યુવાનો બેઇજિંગના તિયાનઆનમેન સ્ક્વેર પર ભેગા થઈ લોકશાહી, સ્વતંત્રતા અને ભ્રષ્ટાચાર વિરોધી સુધારાઓની માંગ કરી રહ્યા હતા. આ આંદોલન અંતે સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું, પરંતુ યુવાનોના સાહસે વિશ્વને બતાવી દીધું કે અણગમતી પરિસ્થિતિમાં પણ યુવાનીનો અવાજ તાકાતવર હોય છે. આ ઘટના આજ સુધી યુવાનોના સંઘર્ષ અને બલિદાનનું પ્રતિક બનીને વિશ્વ ઇતિહાસમાં અંકિત છે. ભારતમાં જ એક વધુ પ્રસંગ યાદગાર છે. વર્ષ 2012માં રાજનાથ સિંહે જાહેરમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીને એક દિવસ દેશનો પ્રધાનમંત્રી બનાવવો જોઈએ. તે સમયે અનેક રાજકારણીઓ ચાહે તેઓ ભાજપના હોય કે કોંગ્રેસના આ વાતને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા હતા. પરંતુ એ જ સમયમાં દેશના હજારો યુવાનો સોશિયલ મીડિયા પર સક્રિય થયા. યુવા પેઢીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે “અમે બદલાવ જોઈએ, અને અમને મોદી જોઈએ.” રાજકીય પંડિતો માટે આ આશ્ચર્યજનક હતું, પરંતુ હકીકત એ છે કે યુવાનોના ડિજિટલ જનઆંદોલન અને બદલાવની માંગે રાજકીય પરિસ્થિતિને જલદી બદલાવી નાખી.
થોડા જ વર્ષોમાં આ યુવાની લહેર નરેન્દ્રભાઈ મોદીને દેશના સર્વોચ્ચ પદ સુધી લઈ ગઈ. આ સાબિત કરે છે કે જ્યારે યુવાની એક અવાજે બોલે છે, ત્યારે ઇતિહાસનો પ્રવાહ બદલાઈ જાય છે.
આજના યુગમાં જો કોઈ કહે કે ૠયક્ષ ણ પોતે કશું નહીં કરી શકે, એ તો પાછળ કોઈ ‘ઈકોસિસ્ટમ’ કામ કરી રહી છે, તો એ ખોટું માનવું છે. હા, યુવાનોને દિશા આપતી, માર્ગદર્શન આપતી સંસ્થાઓ કે ચળવળો હોઈ શકે છે, પરંતુ યુવાનોમાં રહેલી ઉર્જા, ઉત્સાહ અને અડગ ઇચ્છાશક્તિ જ એ પરિવર્તનને કાર્યરત બનાવે છે. યુવાની દેશનો આધારસ્તંભ છે. દેશના પરિવર્તન માટે યુવા જ સૌથી મોટું હથિયાર છે. યુવાનો પાસે સપના છે, શક્તિ છે અને દેશને નવી દિશા આપવા માટે અડગ મનોબળ છે. ભારત હોય કે અરબ વિશ્વ, કે પછી ચીન ઇતિહાસ સાબિત કરે છે કે જ્યારે યુવાનો ઊભા થાય છે, ત્યારે ક્રાંતિ અનિવાર્ય બની જાય છે.
નેપાળના યુવાનોના આંદોલન પાછળ હામી નેપાળની ભૂમિકા
નેપાળમાં હાલમાં ચાલી રહેલા યુવાનોના વિરોધ પ્રદર્શનને ૠયક્ષ-ણ આંદોલન તરીકે ઓળખાવવામાં આવે છે. આ આંદોલનમાં સૌથી મોટી ભૂમિકા સોશિયલ મીડિયા અને ગૠઘ હામી નેપાળની રહી છે. આ સંસ્થાએ યુવાનોને સંગઠિત કરવા માટે ઇન્સ્ટાગ્રામ અને ડિસ્કોર્ડ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું કે તેઓ કેવી રીતે સ્વતંત્ર રીતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકે. પ્રદર્શન પહેલા, હામી નેપાળ દ્વારા વિરોધ કેવી રીતે કરવો જેવા વીડિયો અપલોડ કરવામાં આવ્યા, જેમાં વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી કે તેઓ કોલેજ બેગ અને પુસ્તકો સાથે શાળાના યુનિફોર્મ પહેરીને જોડાઈ શકે. સોમવારે થયેલા વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ યુથ્સ અગેઇનસ્ટ કરપ્શન બેનર લહેરાવ્યો, જે હામી નેપાળ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ગૠઘ એ કાઠમંડુ પ્રશાસન પાસેથી પ્રદર્શન માટે અનુમતિ પણ મેળવી હતી.હામી નેપાળની સ્થાપના 2015માં થઈ હતી અને તે મુખ્યત્વે આપત્તિપ્રધાન સમયે રાહત કામગીરી માટે જાણીતી છે. ભૂકંપ અને પૂર જેવી પરિસ્થિતિઓમાં તેઓ બચાવ, ખોરાક વિતરણ અને પાણીની વ્યવસ્થા માટે સક્રિય રહે છે. તે સામાજિક મુદ્દાઓ પર પણ કાર્ય કરે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વિદેશમાં રહેલા નેપાળી નાગરિકોના હિત માટે.આ વર્ષેની શરૂઆતમાં, જ્યારે ભારતના ભુવનેશ્વરમાં અભ્યાસ કરતી એક નેપાળી વિદ્યાર્થીનીએ પ્રેમી દ્વારા અનુમાનિત ઉત્પીડનને કારણે આત્મહત્યા કરી, ત્યારે હામી નેપાળએ આ મામલે ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યો. એ સમયે તેમના સભ્યો લાલ કપડા પહેરી અને સંગઠનનું લોગો લગાવીને સતત માહિતી શેર કરતા રહ્યા. સામાન્ય રીતે, હામી નેપાળ રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દાઓથી દૂર રહે છે અને તેના સોશિયલ મીડિયા પેજ પર મુખ્યત્વે માનવીય અને સામાજિક પ્રવૃત્તિઓની જ માહિતી અપડેટ થાય છે. તેમાં ભૂકંપ-પૂર રાહત, વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને વિદેશમાં કાર્યરત નેપાળી શ્રમિકો સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. હામી નેપાળના સ્થાપક સુદાન ગુરુંગએ 8 સપ્ટેમ્બર ક્યારે કાથમંડુમાં મોટી પાયે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી, જે ચોંકાવનારી ઘટના હતી કારણ કે અત્યાર સુધી હામી નેપાળના સોશિયલ મીડિયા પેજ પર મુખ્યત્વે સામાજિક અભિયાનોની પોસ્ટ્સ જ જોવા મળતી. ગુરુંગનું નામ રાજકીય વિવાદમાં ત્યારે નોંધાયું જ્યારે તેમણે નેપાળમાં ચર્ચિત શિક્ષક ભરતી ઘોટાલા પર ખુલ્લેઆમ પ્રશ્ર્ન ઉઠાવ્યો. તેઓએ આરોપ લગાવ્યો કે આ ભરતી પ્રક્રિયામાં વ્યાપક ગડબડી થઈ રહી છે અને યોગ્ય ઉમેદવારોને બહાર રાખીને પૈસા અને રાજકીય સંબંધો આધારે ભરતી કરવામાં આવી રહી છે. આ નિવેદન પછી, ગુરુંગ પર જીવલેણ હુમલાનો પણ ખોટો આરોપ લાગ્યો. આ સમગ્ર પ્રકરણ દર્શાવે છે કે નેપાળના યુવાનોના આંદોલન પાછળ હામી નેપાળ અને સદાન ગુરુંગની સંગઠિત અને દૃઢ ભૂમિકા સ્પષ્ટ જોવા મળે છે. આ તત્વોએ યુવાનોને માર્ગદર્શન આપ્યું, તેમને સંગઠિત કર્યું અને એક સ્વતંત્ર, આયોજનબદ્ધ અને અસરકારક આંદોલન ઊભું કર્યું, જે ૠયક્ષ-ણ પેઢીની નવી શક્તિને વ્યક્ત
કરે છે.



