ઘણા વિસ્તારોમાં કટોકટી લાદવામાં આવી; 15,000 બચાવ કાર્યકરો હાઇ એલર્ટ પર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
ગુરુવારે પાકિસ્તાની પંજાબના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરને કારણે 63 લોકોના મોત થયા હતા અને 290 લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં કટોકટી લાદવામાં આવી છે.પંજાબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ઙઉખઅ)એ જણાવ્યું હતું કે લાહોરમાં 15, ફૈસલાબાદમાં 9, સાહિવાલમાં 5, પાકપટ્ટનમાં 3 અને ઓકારામાં 9 લોકોના મોત થયા છે. સરકારે મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે.પાકિસ્તાન હવામાન વિભાગ (ઙખઉ)એ સોમવારે 17 જુલાઈ સુધી દેશભરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે ગુરુવારે કહ્યું: “અસામાન્ય વરસાદ અને પૂરને કારણે પંજાબના વિવિધ વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ લાદવામાં આવી છે. તેમણે લોકોને સ્થાનિક અધિકારીઓ સાથે સહયોગ કરવા અપીલ કરી.” જેલમમાં પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 57 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, અને 50થી વધુ બોટ આ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. જ્યારે 15,000થી વધુ બચાવ કાર્યકરો અને 800 બોટ હાઇ એલર્ટ પર છે.