કેરીના પાક નુકસાની અંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન
માવઠાંના લીધે કેરીના પાકનું ઉત્પાદન ઓછું થયું તેની રજૂઆત મળી છે
- Advertisement -
બાગાયત વિભાગ સરવે કરીને રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ તેમજ ગીર પંથક સહીત સોરઠમાં કેસર કેરીના બગીચા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને તેની સાથે કેસર કેરીનું ઉત્પાદન પ્રતિ વર્ષ ખુબ મોટા પ્રમાણમાં થાય છે પણ આ વર્ષે કુદરતી વાતાવરણ અને ભારે પવન સાથે માવઠાના મારના લીધે કેસર કેરીના પાકમાં ઉત્પાદન ખુબ ઓછું થયું છે અને ખેડૂતને નુકશાની સાથે અવાક પણ ઓછી થઇ છે. જયારે કેરીના પાકને થયેલ નુકશાની અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું એક નિવેદન મીડિયા સમક્ષ કર્યું હતું અને કેરીના પાકને થયેલ નુકશની સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે ત્યાર બાદ સરકાર તેના પણ જરૂરી કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. શનિવારના રોજ કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી રાખવાજીભાઈ પટેલ જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી તેમજ કૃષિ યુનિવર્સીટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે કૃષિ મંત્રીએ મીડિયાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માવઠા અને અતિવૃષ્ટિ ખેતી પાકને થતા નુકશાનીનું વળતર રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે ગત વર્ષે 1700 કરોડની સહાય ખેડૂતોને ચૂકવી હતી.
- Advertisement -
આમ રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતોની સાથે છે અને બને તેટલી સહાય ઝડપી મળે તેવા પ્રયાસો કરે છે. જયારે આ વર્ષે ચોમાસુ નજીક આવી રહ્યું છે અને ખેડૂતો વાવણી કરેશે તેવા સમયે ખાતર અને બિયારણ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા આદેશ ખેતીવાડી ખાતાને આપવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. કેરીમાં થયેલ નુકશાની અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આપણી ખેતી કુદરતી વરસાદ આધારિત ખેતી છે અને સમયસર સારો વરસાદ થાય તો ખેતી પાકનું ઉત્પાદન વધે છે જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે.
જયારે આ વર્ષે ભર ઉનાળે રાજ્યના અનેક તાલુકામાં કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકશાની થવા પામી હોવાની રજૂઆત સરકારએ મળી છે અને કેરીના બગીચા ધરાવતા ખેડૂતે ઉત્પાદન ઓછું થયું છે. તે બાબતે બાગાયત વિભાગને નુકશનીનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યા છે. અને નુકશાનીનો સર્વે કરીને એક રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારમાં આપવામાં આવે તેવી સૂચના બાગાયત વિભાગને કરી દેવામાં આવી છે.જેની આગળની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે અતિવૃષ્ટિના કિસ્સામાં ખેડૂતોને સહાય આપવાને લઈને રાજ્યની સરકાર અને તેમનો વિભાગ આગામી દિવસોમાં વધુ ઉર્જા સાથે કામ કરશે તેવો ભરોસો ખેડૂતને અપાવ્યો હતો.
તો સાથે સાથે આ વર્ષે થયેલા કેરીના પાકમાં વ્યાપક નુકસાનને લઈને તેમના સુધી રજૂઆતો પહોંચી છે અને ખેડૂતોની આ રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીને કેરીને થઈ રહેલા નુકસાનમાં ખેડૂતોને સહાયતા મળે તે દિશામાં કામ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.



