સામાજિક સંમેલનમાં સમાજ શ્રેષ્ઠીઓ દાતાઓનું કરાયું સન્માન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કડવા પાટીદારોના આસ્થા સમાન વંથલીના ઓઝત નદીના કિનારે ઉમાધામ (ગાંઠીલા) ઉમિયા માતાજી મંદિરે 17 માં પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં 21 કુંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઉમાધામ આરોગ્ય સમિતિના ડો.દિપકભાઈ ભલાણીના માર્ગદર્શન તેમજ નોબેલ આર્યુવેદિક યુનિવર્સીટીના સહકાર તેમની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ડાયાબિટીસ, હિમોગ્લોબીન ચેકઅપનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમજ વ્યસન મુક્તિ પ્રદર્શન અંતર્ગત યોજાયેલ કેન્સર સ્કેનિંગ મશીન વેલ્સકોપથી ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ મોટી સંખ્યામાં તપાસ કરાવી હતી.
- Advertisement -
આ તકે યોજાયેલ રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું મંદિરના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાએ સંસ્થા દ્વારા ચાલતા સમાજના કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી તેમજ હાલ ટૂંક સમયમાં નિર્માણ પામનાર ભવ્ય” ઉમા અતિથિ ભવન ” વિશે માહિતી આપી હતી તેમજ મંદિરમાં આદર્શલગ્ન, આર્યુવેદિક નિદાન કેમ્પ, આંખોના નિદાન કેમ્પ, રમતોત્સવ જેવા ચાલતા સેવાકીય કાર્યો વિશે માહિતી આપી હતી અને સમાજનો પ્રતિભાવ હકારાત્મક હશે તો આગામી સમયમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ તકે યોજાયેલ સામાજિક સંમેલનમાં સમાજ શ્રેષ્ઠી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ રાત્રિના “કાઠિયાવાડી રંગત” ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારો દ્વારા પોતાની અલૌકિક શૈલીમાં કૃષ્ણલીલા, શિવભક્તિ, ઉમિયાભક્તિ તેમજ લોકો ગીતોની સાથે હાસ્યરંગની રંગત કાર્યક્રમને હાજર રહેલ ભાવિકોએ મન ભરીને માણ્યો હતો.
તેની સાથે મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો આ પાટોત્સવને સફળ બનાવવા ઉમાધામ ગાઠીલા મંદિર ટ્રસ્ટ, વિવિધ સમિતિના સભ્યો તેમજ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.