તમામ સમાજને ધ્યાનમાં રાખી નિર્ણય કરાયો હોવાનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેજા હેઠળ રાજ્યના તમામ શહેર અને ગ્રામ્યના પ્રમુખ નિયુક્તિ માટેની એક બાદ એક ઘોષણા થઈ રહી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 13 મંડળોમાં પણ ગઈકાલે બપોરે પ્રમુખ તરીકે નામોની યાદી જાહેર થઈ હતી. પ્રદેશ પ્રમુખ દ્વારા 40 વર્ષથી વધુની ઉંમરના પ્રમુખની રેષથી બહાર રહેવાના નિર્ણયને કેટલાક અંશે યોગ્ય ગણવામાં આવ્યો હોય તે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ યુવાનોને મંડળ પ્રમુખ માટે જવાબદારી સોંપાઈ હતી. જોકે ચોટીલા તથા સુરેન્દ્રનગર ગ્રામ્ય જ્યારે સાયલા, ચૂડા અને લખતર શહેર તથા મુળી શહેર અને ગ્રામ્ય પ્રમુખની યાદીમાં નામ જાહેર કર્યા નથી. આ તરફ ચોટીલા શહેર પ્રમુખ તરીકે રવિરાજ ગભરૂભાઈ ખાચર, ચૂડા ગ્રામ્ય પ્રમુખ તરીકે જયદીપ પ્રધ્યુમનસિંહ ઝાલા, લખતર ગ્રામ્યમાં રવિરાજસિંહ અશ્વિનસિંહ વાઢેર, લીમડી ગ્રામ્યમાં વનરાજભાઈ પ્રભુભાઈ રોજાસરા, લીમડી શહેર રહીશ વાલજીભાઈ ચાવડા, ધ્રાંગધ્રા ગ્રામ્યમાં રીતુલભાઈ રમેશભાઈ પટેલ, ધ્રાંગધ્રા શહેરમાં નિશાંતભાઈ રમણીકભાઇ પ્રજાપતિ, પાટડી – દસાડા ગ્રામ્યમાં રમેશભાઈ રૂપસંગભાઈ છત્રોતિયા, પાટડી શહેરમાં વિરલભાઈ જયંતીભાઈ સોની, સાયલા ગ્રામ્યમાં મુકેશભાઈ કાળુભાઇ કાલિયા, સુરેન્દ્રનગર – વઢવાણ શહેરમાં દેવાંગભાઈ ભરતકુમાર રાવલ, થાનગઢ ગ્રામ્યમાં નવઘણભાઇ તેજાભાઇ ડાભી અને થાનગઢ શહેરમાં મુળુભા ભીંભા ગઢવીને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ હતી. જ્યારે 13 મંડળોના પ્રમુખ તરીકેની યાદી જાહેર થતા જ એની પ્રમુખના દાવેદારોમાં કહી ખુશી કહી ગમ જેવી માહોલ પણ સર્જાયો છે.