સ્વદેશી બિયારણમાંથી અનેક પ્રકારના ચોખા, ઘઉં, બાજરી સહિત શાકભાજીનું OOO ફાર્મ્સમાં ઉત્પાદન
સંરક્ષણ ઝૂંબેશના ભાગરૂપે OOO ફાર્મ્સએ 14 ટન સ્વદેશી બીજનું વિનામૂલ્યે વિતરણ કર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્રસ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર અને આવાસ. જઠરાગ્નિ શાંત કરવા માનવે શિકાર, ફળ-ફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો છે ત્યારે આદિમાનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્ય પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે રાજકોટનું એક એવું ફાર્મ કે જેનું નામ છે OOO ફાર્મ. એટલે કે આઉટ ઓફ ઓફાર્મ્સ. જ્યાં કૃષિ દ્વારા અપનાવવામાં આવેલી આધુનિક તકનિકો અને આધુનિક બિયારણોથી લગભગ 5500થી વધુ વિવિધ દેશી અને દેશી બિયારણનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટના જસવંતપુરમાં આવેલું ઘઘઘ ફાર્મ્સના શિખા કણસાગરા અને શૈલેષ અવટે આ ફાર્મ્સનું નેતૃત્વ કરી રહ્યા છે. ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન શિખા કણસાગરાએ ઘઘઘ ફાર્મ્સની સંપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું હતું કે આપણા દેશમાં કૃષિનો વ્યવસાય પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. ખેતીના આધુનિક યંત્રો અને આવિષ્કારો ન હતા ત્યારે પણ ખેતી સમૃદ્ધ હતી અને તેનું મુખ્ય કારણ છે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવી જે શિખા કણસાગરા અને શૈલેષ અવટે કરી રહ્યા છે.
OOO ફાર્મ્સના શિખા કણસાગરા અને શૈલેષ અવટેએ દાયકાઓથી સહ્યાદ્રીઓમાં ઘટતાં જતાં જંગલોની નોંધ લેવાનું શરૂ કર્યું અને આ જંગલોને જાળવવાની ઈચ્છાથી પ્રેરિત થઈ તેમને સ્થાનિક અને સ્વદેશી બીજના સંરક્ષણ માટે પ્રદેશના સ્થાનિક સમુદાયો સાથે કામ કરવાનું શરૂ કર્યું અને આ ફાર્મ્સમાં હાઈબ્રીડ પાકોને બદલે ચોખા, ઘઉં, બાજરી, મકાઈ, તુવેર, કપાસ અને અન્ય પાકોની દેશી બીજ પસંદ કરવાની હિમાયત કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કામ કરતું ઘઘઘ ફાર્મ્સ એ ખેડૂત ઉત્પાદક કંપની છે જે આદિવાસી ખેડૂત સમૂદાયો વચ્ચે નફાની વહેંચણીની પ્રેકટીસ કરીને કૃષિનું લોકશાહીકરણ કરે છે. અહીં ઘઉં, ચોખા, કઠોળ, બાજરી, મકાઈ, કપાસ, ટમેટા, ભીંડા, કોળુ જેવા શાકભાજી રાસાયણિક ખાતરથી ઉગાડવામાં આવે છે જે આનું બીજ ખૂબ મજબૂત અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. અનેક પ્રકારના ભીંડા, રાઈસ સહિત અહીં લગભગ 5500થી વધુ વિવિધ દેશી અને સ્વદેશી બીજમાંથી ઉત્પાદન કરાયુ છે. આ સંરક્ષણ ઝુંબેશના ભાગરૂપે ઘઘઘ ફાર્મ્સએ આદિવાસી ખેડૂત સમુદાયોને લગભગ 14 ટન સ્વદેશી બીજનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. આમ ખેડૂતોને જંતુનાશક અને રાસાયણિક ઈનપુટ્સનો ઉપયોગ કર્યા વગર જ ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઘઘઘ ફાર્મ્સ ગુજરાત અને મહારાષ્ટ્રના 63 ગામડાઓમાં 2200થી વધુ ખેડૂતો સાથે કામ કરે છે. ઘઘઘ ફાર્મ્સ 3 સીડ બેંકો 4500થી વધુ જાતના સ્વદેશી બિયારણોનું સંરક્ષણ કરે છે. આગામી દિવસોમાં ખેતી અને લોકો માટે પણ ખૂબ જ લાભકર્તા સાબિત થશે. આમ ઘઘઘ ફાર્મ્સની 3 સીડ બેંકો છે જેમાં 4500થી વધુ જાતના સ્વદેશી બિયારણોનું સંરક્ષણ કરવામાં આવે છે.