28 બોટલ પોલીસે કબ્જે કરી તો બીજી ગઈ ક્યાં? તેવા સવાલો ઉઠ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીરગઢડા પોલીસ સ્ટેશન માં પકડાયેલાં ઈંગ્લીશ દારૂ નિકાલ ની પ્રકિયા સ્થળે જેતે વિસ્તાર ની દારૂ નિકાલ કમીટી ની નિમણૂક પ્રાન્ત અધિકારી દ્વારા કરાય છે ઊના સુગર ફેકટરી નાં ગ્રાઊન્ડ ખાતે ગત તા 5 ડીસેમ્બરના ઊના અને ગીરગઢડા પોલીસ સ્ટેશન નાં વિવિધ ગુન્હા નો પકડાયેલાં દારૂ નાં જથ્થા નો નિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ સમય દરમિયાન ગીરગઢડા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા મનુ વાજાં એ એસ આઇ પોતાની ખાનગી કાર માં મોટાપાયે બ્રાન્ડેડ કંપની ઈંગ્લીશ દારૂ નો જથ્થો સંતાડેલ આ બાબતે દેકારો મચી ગયો હતો અને ત્યાં હાજર રહેલાં મીડીયા કર્મીઓ એ આ પોલીસ નો ભાંડો ફોડી ને પર્દાફાશ કર્યા બાદ ત્યાં હાજર રહેલા ઊના વિભાગીય પોલીસ અધિકારી ચૌધરી પીઆઇ મહેન્દ્રસિંહ રાણા સહિતના અધિકારીઓ ને જાણ કરાતાં મનુ વાજાં નાશી છુટતા તાત્કાલિક અધિકારી એ બોલાવી પુછપરછ કરીને તતડાવી નાખ્યો હતો આ સમયે એ એસ આઇ મનુ વાજાં એ આ દારૂ નો જથ્થો સેમ્પલ નો હોવાનો બચાવ કરેલ હતો.
- Advertisement -
પોલીસ અધિકારી દ્વારા 28 બોટલ કબજે કરી હતી પણ પોલીસ કર્મી મનુ વાજાં પાસે મોટાં પાયે તેની પોલીસ લખેલી કાર માં અલંગ અલંગ થેલા માં દારૂ મળી આવતાં તેની સાથેનાં જી આર ડી કર્મી એ મનુ વાજાં ની કાર માંથી દારૂ નો જથ્થો અવવારુ જગ્યા એ ફેંકી દેવામાં મદદ કરતાં સમગ્ર દારૂ કાંડ ચર્ચાનાં ચકડોળે ચડ્યું હતું. તાત્કાલિક અસરથી ગીરગઢડા પોલીસ સ્ટેશનનાં આ એ એસ આઇ મનુ વાજાં ની હેંડ કોર્વટર ખાતે બદલી કરવામાં આવી હતી ત્યાર બાદ ઊના વિભાગીય પોલીસ અધિકારી ચૌધરી એ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે આ બાબતે કોઈ ગુન્હો દાખલ કરવામાં આવ્યો નથી તપાસ ચાલું હોવાનાં ગુણ ગાયાં હતાં ત્યારે સવાલ એવો ઊઠ્યો છે કે આ સાહેબ ની રૂબરૂ માં એક ગુન્હાહિત કૃત્ય સરેઆમ આચર્યું હોવાં છતાં તપાસ શેની કરાવાની હોય?
સામાન્ય વ્યક્તિ પાસે એક બોટલ દારૂ પકડાય છે એટલે પોલીસ ની ભુમિકા ભજવી આરોપી સાથે પાંચ પાંચ પોલીસ નાં ફોટા મીડીયા ને પ્રસિધ્ધ કરવા મોકલાય છે પરંતુ અહીંયા વાડ ખુદ ચિભડા ચાવી ગયાં પછી વેલા શોધવાં અધિકારી નિકળ્યા હોય તેવી સ્થિતી જોવાં મળે છે!! કહેવાય છે કે ગીરગઢડા પોલીસ નો આ કર્મી નો ભુતકાળ જીલ્લા પોલીસ એ ઉજાગર કરવો જોઈએ પોલીસ લખેલી ખાનગી કાર શું દારૂ ની હેરાફેરી કરવા ઉપયોગ કરાય છે?? કહેવાય છે કે આ કર્મી એ એક ખાનગી ઓફીસ પણ ઊભી કરીને ત્યાં બધાંજ વહિવટ ચલાવતો હોવાની ચર્ચા સમગ્ર ગીરગઢડા પંથકમાં સંભળાય છે સત્ય શું છે?? તે અંગે ઊચ્ચઅધિકારીઓ એ તપાસ કરવા માંગ ઉઠી છે!! હાલ પોલીસ એ આ પોલીસ કર્મી ની બદલી કરીને સંતોષ વ્યક્ત કર્યો હોય તેવો તાલ સર્જાયો હોય તેવું જોવાં મળે છે.
સેમ્પલની બોટલ હોવાનો દાવો કરનાર પોલીસ કર્મી સામે તપાસ ચાલું છે: DySP
ગીરગઢડા પોલીસનાં એ એસ આઇ મનુ વાજાં પાસે 28 બોટલ દારૂ કબજે કર્યો છે તે દારુ સેમ્પલ નો હોવાનું પોલીસ કર્મી કહેછે હાલ તેની સામે તપાસ ચાલું છે ગીરગઢડા પોલીસ સ્ટેશન નો મુદ્દામાલ 737 બોટલ હોય તે સભ્ય સમિતિ ની રૂબરૂ માં ગણતરી કરીને નાશ કરવા માં આવેલ હોવાનું જણાવ્યું હતું મીડીયા કર્મીઓ દ્વારા મોટો જથ્થો દારૂ નો અવવારૂ સીમ વિસ્તાર ફેંકી દેવામાં આવ્યો હતો અને આ દારૂ મુદામાલ નાશ કરવા સ્થળે થી ભરાયો હોવાનાં પશ્રને ડીવાયએસપી ચૌધરી એ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન સેમ્પલ ની બોટલ નહીં હોય તો ગુન્હો દાખલ કરાશે.



