નિજ્જર હત્યા મામલે બંને દેશે 6-6 રાજદ્વારીને હાંકી કાઢ્યા પછી વિવાદ વકર્યો
કેનેડાના આરોપો પાયાવિહોણા: કેનેડા કોઈપણ નક્કર પુરાવા આપ્યા વિના આરોપોનું પુનરાવર્તન કરી રહ્યું છે: ટ્રુડોના આરોપો પર ભારતનો વળતો પ્રહાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સતત ખટાશ આવી રહી છે. ભારતે કેનેડાથી તેમના રાજદ્વારીઓને બોલાવ્યા છે અને કેનેડિયન રાજદ્વારીઓને પરત જવા કહ્યું છે. બીજી તરફ કેનેડિયન પોલીસ દ્વારા ભારતને લઈને વધુ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે, કેનેડિયન પોલીસે કેનેડામાં ખાલિસ્તાનીઓ પર હુમલાને લઈને ફરી એકવાર ભારતનું નામ લીધું અને કહ્યું કે ભારત સરકારના એજન્ટ લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ સાથે મળીને કામ કરે છે.
એક નિવેદનમાં કેનેડાના ફેડરલ પોલીસિંગના રાષ્ટ્રીય સુરક્ષાના આસિસ્ટન્ટ કમિશનર બ્રિજિટ ગૌવિને કહ્યું તે, ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે. ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાન તરફી તત્ત્વોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છઈખઙના પરિપ્રેક્ષ્યમાં, તેઓ સંગઠિત અપરાધી તત્ત્વોનો ઉપયોગ કરે છે, જેમાં ખાસ કરીને એક સંગઠિત ગુનાહિત ગ્રુપ બિશ્ર્નોઈ સમૂહ દ્વારા સાર્વજનિક રીતે જવાબદાર ઠરાવવામાં આવ્યું…અમારું માનવું છે કે આ સમૂહ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે. છઈખઙ પુરાવા ટાંકીને, ટ્રુડોએ કહ્યું – કેનેડામાંથી હાંકી કાઢવામાં આવેલા છ ભારતીય રાજદ્વારીઓ લોકોને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. કેનેડાએ આ મામલે ભારત સાથે કામ કરવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ભારતે દરેક વખતે મદદ કરવાનો ઇનકાર કર્યો.
- Advertisement -
ટ્રુડોના આરોપો પર ભારતે વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે- કેનેડાના આરોપો પાયાવિહોણા છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે કેનેડા કોઈપણ નક્કર પુરાવા આપ્યા વિના આરોપોનું પુનરાવર્તન કરી રહ્યું છે. અમારા હાઈ કમિશનરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભારતે કહ્યું – આ એ જ જૂના ટ્રુડો છે, એ જ જૂના નિવેદનોનું પુનરાવર્તન કરે છે અને તે જ જૂના કારણો.
ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (ગઉઙ)ના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. સિંહે ભારતીય રાજદ્વારીઓની હકાલપટ્ટી અને અપરાધિક તપાસના સંદર્ભમાં આ નિવેદન જાહેર કર્યું છે. જગમીત સિંહે કહ્યું, નવા ડેમોક્રેટ્સ છઈખઙ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અંગે ચિંતિત છે. સિંહે આરોપ લગાવ્યો છે કે કેનેડિયનો ખાસ કરીને કેનેડાના શીખ સમુદાયને ભારતીય સત્તાવાળાઓના હાથે ડર, ધાકધમકી, ઉત્પીડન અને હિંસાનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે.