આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના પ્રણેતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ખાતે પોતાની ફરજ બજાવતા આદરણીય આર.જે. રામ સાહેબ પોતાની ફરજ બદલીના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિદાય રહ્યા છે ત્યારે આહીર સમાજ સુરેન્દ્રનગર તથા આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ-સુરેન્દ્રનગર દ્વારા રામ સાહેબના વિદાય સમારંભ આયોજનનું લીંબડી ખાતે કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની ફરજ દરમ્યાન રામ સાહેબે ન માત્ર સમાજને સંગઠિત કર્યો, પરંતુ અનેક યુવાનોને સેવાકાર્યમાં પ્રવૃત્ત કર્યા.

- Advertisement -
રામ સાહેબના સમાજ પ્રત્યેના આ ભગીરથ કાર્યને બિરદાવવા આ કાર્યક્રમમાં આહીર સમાજ સુરેન્દ્રનગરના પ્રમુખ જગદીશભાઈ આહિર મંત્રી મહેશભાઈ ચાવડા સહમંત્રી રાજુભાઈ વરુ તથા ડો.હરેશભાઈ બાંભણિયા,ડો.કવાડ સર, કરશનભાઈ આહિર, ડો.કુમનભાઈ આહિર સહિત જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમારંભમાં જગદીશભાઈએ જિલ્લામાં રામસાહેબના અનેરા કાર્યોને બિરદાવ્યા હતા. મહેશભાઈ ચાવડાએ સાહેબ સાથે કરેલા કાર્યના સ્મરણોને વાગોળતા સાહેબની કામ કરવાની કુનેહને યાદ કરી હતી. સમારંભમાં રામસાહેબે પણ પોતાના જિલ્લાના આગેવાનો સાથે થયેલા સકારાત્મક અનુભવોને યાદ કરી પરિવારની લાગણી વ્યક્ત કરી હતી. સમારંભમાં સૌ આગેવાનો દ્વારા રામ સાહેબનું શાલ અને સન્માન પત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું.


