ધારાસભ્ય કોરડીયા બાદ કોંગ્રેસે મેદાનમાં આવી સમસ્યાના ઢગલાની યાદી આપી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષોથી ખરાબ રસ્તાના લીધે ખાડારાજ સાથે, પીવાનું અશુદ્ધ પાણી વિતરણ તેમજ ગટર સહીતની સમસ્યા મુદ્દે ધારાસભ્ય સંજય કોરડીયાએ કમિશનરને પત્ર લખ્યા બાદ હવે શહેર કોંગ્રેસ મેદાનમાં આવીને કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તેની સાથે ખરાબ રસ્તા સહીત શહેરની સમસ્યા વિશેના મુદ્દાઓના ઢગલાની યાદી સુપ્રત કરી હતી.
- Advertisement -
શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી તથા હીરાભાઈ જોટવા સહીત કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં શહેરમાં ખખડધજ રસ્તાના લીધે શહેરીજનો ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેરના તૂટેલા રોડ અને ખાડારાજથી લોકો યાતના ભોગવી રહ્યા હોવાના દાવા સાથે 1 થી 15 વોર્ડમાં 100થી વધુ જે રસ્તાઓની હાલત છે તેની યાદી મનપાને સુપ્રત કરવામાં આવી હતી તેની સાથે અનેક વિસ્તરામાં સારા વરસાદ બાદ પણ 3 થી 4 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન નાખવામાં આવ્યા છે.પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી આવી અનેક સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક રસ્તા બનાવોની સાથે આવેદન પત્ર આપ્યું હતું.