પેધી ગયેલા તલાટીઓ અગાઉ મહિલા TDOને પણ ગણકારતા ન હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા ખાતે નવ નિયુક્ત તાલુકા વિકાસ અધિકારી દ્વારા જુદી જુદી ગ્રામ પંચાયતોની મુલાકાત લેવાઈ હતી જે દરમિયાન બે ગ્રામ પંચાયતોના તલાટીઓ ફરજ પર ગેરહાજર રહેતા ઝઉઘ દ્વારા બંને તલાટીઓને કપાત પગારની નોટિસ ફટકારી હતી. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના નવનિયુક્ત ઝઉઘ અનીરુધ્ધસિંહ પરમાર દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ અને વસાડવા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી જેમાં ધ્રુમઠ ગ્રામ પંચાયત અને વસાડવા ગ્રામ પંચાયતના તલાટીઓ પોતાની ફરજ પર હાજર નહિ હોવાનું સામે આવ્યું હતું
- Advertisement -
જેથી TDO દ્વારા બંને તલાટીઓને ફરજ પર ગેરહાજર હોવાનું કારણ પૂછતાં બંને તલાટીઓ દ્વારા સંતોષકારક પ્રત્યુતર નહિ આપવાના લીધે ધ્રુમઠ ગ્રામ પંચાયતના અંકિતભાઈ પટેલ અને વસાડવા ગ્રામ પંચાયતના તલાટી દેવાંગભાઈ વિરમગામીને કાઓત પગાર અંગે નોટિસ ફટકારી હતી. અગાઉના TDO કે.એસ.મહેશ્વરી દ્વારા જ્યારે પણ આ પ્રકારની કામગીરી હાથ ધરી અનેક ફરજ પ્રત્યે બેજવાબદાર તલાટીઓને નોટિસ ફટકારી હતી ત્યારે કેટલાક પેધી ગયેલા તલાટીઓની ટળક ટોળકીએ મહિલા ઝઉઘને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું ત્યારે હવે ફરીથી નવા ઝઉઘ દ્વારા પણ આ પ્રકારે ગેરહાજર તલાટીઓ સામે પગલાં ભરવાનો આરંભ થતાં ટોળકી હવે કેવો ખેલ માંડે છે ? તે જોવું રહ્યું.