ઓલિમ્પિકમાં શૂટીંગમાં મેડલ જીતનારી મનુ ભાકરે આકર્ષક સ્ટાઈલથી લોકોનું દિલ જીત્યું
થોડા દિવસ અગાઉ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. હવે લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરીને બધાનું દિલ જીતી લીધું છે. મનુ ભાકર પહેલીવાર ફેશન શોમાં જોવા મળી હતી.
- Advertisement -
આ ફેશન શોમાં મનુ ભાકર સુંદર અને આધુનિક આઉટફિટ્સમાં જોવા મળી હતી. જે ખાસ આ ઈવેન્ટ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. મનુ ભાકરે ફેશન શોમાં રેમ્પ વોક કરવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. મનુ ભાકરે કહ્યું કે આ અનુભવ અદ્ભુત હતો જો કે હું થોડી ગભરાયેલી હતી. મનુ ભાકરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મનુ ભાકર ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેશન વીકમાં મનુ ભાકરની સુંદરતાના અંદાજએ દર્શકોના દિલ જીતી લીધા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ રજૂ કરી રહ્યા છે.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હરિયાણાના ઝજ્જર જિલ્લામાં જન્મેલા મનુ ભાકરની શૂટિંગમાં શાનદાર કારકિર્દી રહી છે. મનુ ભાકરે 14 વર્ષની ઉંમરે શૂટિંગમાં પોતાની કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું હતું. ત્યારપછી તેણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે.