ગ્લોબલ વોર્મીંગનાં અત્યંત ખતરનાક સંકેતો હોય તેમ કાશ્મીરની હાલત છે. પર્વતીય સ્થળ લેહમાં પણ તાપમાન 36 ડીગ્રીએ પહોંચતા ત્રણ દિવસમાં 12 ફલાઈટ કેન્સલ કરવામાં આવી હતી.
ભારતમાં સૌથી ઉંચાઈએ આવેલા લેહ એરપોર્ટ પર ગરમીને કારણે ઈન્ડીગો તથા સ્પાઈવ જેટે ફલાઈટ રદ કરવી પડી હતી. દિવસનું તાપમાન 36 ડીગ્રીએ પહોંચવાની અસરે ઉંચાઈ પર હવા એકદમ પાતળી થઈ ગઈ હતી. પરીણામે સુરક્ષીત ફલાઈટ ઓપરેશન શકય રહ્યું ન હતું.
- Advertisement -
લેહ એરપોર્ટના એક સીનીયર અધિકારીએ કહ્યું કે ઉંચા તાપમાનને કારણે ફલાઈટો રદ કરવી પડી હોય તેવુ કદાચ પ્રથમ વખત બન્યુ છે. ગત વર્ષે પણ તાપમાન વધ્યુ હતું છતાં વિમાની સેવાને અસર થાય તેટલી હદે ઉંચુ ન હતું.
દેશના સૌથી ઉંચા એવા લેહ એરપોર્ટ પર દરરોજ 15 થી 16 ફલાઈટનું આવનજાવન હોય છે. મુખ્યત્વે તાપમાન ઉંચા સ્તરે હોય તેવા બપોરના સમયની ફલાઈટો કેન્સલ થઈ હતી. શનિવારે બે રવિવારે ચાર તથા સોમવારે 6 ફલાઈટ કેન્સલ થઈ હતી.