આફ્રિકા રવાના કરાયેલા ક્ધટેનરની કસ્ટમ વિભાગે તપાસ કરતા ટ્રામાડોલની ટેબ્લેટ મળી આવી
રાજકોટ-ગાંધીધામ સહિતના સ્થળોએ દરોડા
- Advertisement -
કચ્છના મુન્દ્રામાંથી રૂ.110 કરોડનું ગેરકાયદે ડ્રગસ ઝડપી લેવામાં આવ્યું છે. મુન્દ્રા કસ્ટમ્સના એસઆઈઆઈબી (સ્પેશ્યલ ઇન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ)ને ગુપ્ત માહિતી મળી હતી કે, રાજકોટ સ્થિત વેપારીના બે ક્ધસાઇન્મેન્ટ્સ કે જે પશ્ચિમ આફ્રિકાના દેશો સિએરા લિઓન અને નાઇજર જવાના હતા જેને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેને અટકાવવામાં આવ્યા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી. ડ્રગ્સનું પગેરુ મેળવવવા રાજકોટ અને ગાંધીધામ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દરમિયાન જાહેર કરાયેલી વસ્તુ ક્ધટેનરના આગળના છેડેથી મળી આવી હતી. ત્યારે વિગતવાર તપાસમાં બહાર આવ્યું હતું કે અઘોષિત દવાની પટ્ટીઓ ધરાવતા બોક્સ જેમાં ‘ટ્રેમેકિંગ 225 અને ‘રોયલ-225’ એમ બંનેમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ 225 મિલિગ્રામ હોય છે. ન તો, સ્ટ્રીપ્સ કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો હતી. કસ્ટમ અધિકારીઓ દ્વારા તપાસમાં આશરે 110 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત સાથે ટ્રામાડોલની કુલ 68 લાખ જેટલી ગોળીઓ મળી આવી હતી અને તેને જપ્ત કરવામાં આવી છે. રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામ ખાતે ફોલોઅપ સર્ચ ચાલી રહ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટ્રામાડોલ એક ઓપિઓઇડ દર્દની દવા છે, જે એક સાયકોટ્રોપિક પદાર્થ છે અને એનડીપીએસ એક્ટ, 1985 ની કલમ 8 (સી) હેઠળ ટ્રામાડોલની નિકાસ પર પ્રતિબંધ છે. ટ્રામાડોલને 2018માં એનડીપીએસ એક્ટ હેઠળ સાયકોટ્રોપિક પદાર્થ તરીકે સૂચિત કરવામાં આવી હતી.
આઇએસઆઇએસના અધિકારીઓ લાંબા સમય સુધી જાગવા માટે તેનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ પછી ટ્રામાડોલે તાજેતરના સમયમાં ફાઇટર ડ્રગ તરીકે બદનામી મેળવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ કૃત્રિમ ઓપિઓઇડ દવા લોકપ્રિય છે અને નાઇજિરિયા, ઘાના વગેરે જેવા આફ્રિકન દેશોમાં તેની ઊંચી માંગ છે. મુન્દ્રા કસ્ટમ્સ દ્વારા આ જપ્તી એ ટ્રામાડોલની સૌથી મોટી જપ્તીમાંની એક છે કારણ કે તેને એનડીપીએસ એક્ટ હેઠળ સૂચિત કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. કારણ કે વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જખૌ કોસ્ટ વિસ્તારમાં બીએસએફના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત જખૌ નજીકથી 8 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા છે. દરિયામાં તરતા ડ્રગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બોલ્યું પાળી રહ્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી
- Advertisement -
શું ગુજરાતમાં રાતોરાત જ ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ છે? શું અગાઉ નશીલા દ્રવ્યો માટે ગુજરાતના દરિયાકાંઠાનો દુરુપયોગ થતો ન હતો? ના. એવું બિલકુલ નથી. તથ્ય એ છે કે, અગાઉ આ બાબતે ભયાનક ઢીલાશ રખાતી હતી. ગુજરાતના ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવીએ કમાન સંભાળી- એ પછી તેમણે કેફી દ્રવ્યો બાબતે ઝીરો ટૉલરન્સની નીતિ અપનાવી છે. આ બાબતે તેમણે અનેક વખત જાહેરમાં પણ કહ્યું છે કે, ‘ડ્રગ્સ મામલામાં દરેક મહત્ત્વના વિભાગને અને અધિકારીઓને અત્યંત કડક ભાષામાં સૂચના આપી દેવામાં આવી છે’ તેમનાં આ સખ્ત અભિગમની પોઝિટિવ અસરો દેખાઈ પણ રહી છે. ગુજરાતમાંથી નિયમિત રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. પોલીસની સખ્તાઈથી ઘણાં સ્મગલરો ડ્રગ્સના પેકેટ રેઢાં મૂકીને ભાગી રહ્યાંના બનાવો પણ નોંધાયા છે.