અષાઢે મેહુલીયો મન મૂકીને વરસ્યો: ધરતીપુત્રો ખુશખુશાલ
નાકરા-નાનડિયા ગ્રામ્યમાં 10થી 12 ઇંચ વરસાદ
- Advertisement -
સાર્વત્રિક વરસાદથી નદીઓ બે કાંઠે વહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
સોરઠ પંથકમાં અષાઢે મેહુલીયો મન મૂકીને વરસતા ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા છે જયારે જૂનાગઢ અને ગીર સોમાનાથ સહીત દરિયા કાંઠા વિસ્તારના તાલુકાઓમાં વરસાદ મન મૂકીને વરસતા નદીઓ બે કાંઠે વેહતી જોવા મળી અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી જયારે સોરઠના ડેમોમાં નવા નીરની અવાક થતા પાણી સમસ્યા હળવી થતી જોવા મળે છે. અષાઢમાં મેઘમહેર થતા ખેતી પાકને ખુબ મોટો ફાયદો જોવા મળે છે.ભારે વરસાદના પગલે પણ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું એનડીઆરએફ ટિમ પણ તૈનાત રાખવામાં આવી હતી જોકે સારા વરસાદના પગલે કોઈ મોટી નુકશાની જોવા મળી નથી.
જૂનાગઢ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તરાને વરસાદે ઘમરોળી નાખ્યો હતો જેમાં માંગરોળ 5 ઇંચ થી વધુ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તેની સાથે નીચાણવાળા વિસ્તારમો ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરને નુકશાન થયું હતું જયારે માણાવદર તાલુકામાં 5 ઇંચ વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા હતા અને ઓઝત નદી બે કાંઠે વેહતી જોવા મળી હતી જયારે નાનડિયા અને નાકરા ગ્રામ્ય વિસ્તરામાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબકતા ગામોમાં પાણી ઘુસ્યા હતા અને ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા જેના લીધે લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું તેમજ માણાવદર મામલતદર કચેરી ઉપર વીજળી પડતા પાંચ જેટલા કોમ્પ્યુટર અને વાયરલેસ સેટ અને જીસ્વાન સિસ્ટમને નુકશન થયું જોકે વીજળી પડવાથી કોઈ જાનહાની થઇ ના હતી એજ રીતે માળીયા હાટીના તાલુકામાં 5 ઇંચ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી ગયા હતા અને નદીઓ ગાંડીતૂર જોવા મળી હતી અને ભાખરવડ ડેમ વધુ પાણીની અવાક થતા ઓવરફ્લો થયો હતો.
જૂનાગઢ શહેર અને વંથલી, કેશોદમાં પણ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને મેંદરડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને નદી બે કાંઠે વેહતી થઇ હતી તેમજ મધુવંતી ડેમમાં પણ નવા નીર આવ્યા હતા જોકે સમગ્ર જિલ્લાને વરસાદે ઘમરોળતાં સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું તેની સાથે ગીર સોમનાથ મહાદેવને વરસાદે જળાભિષેક કર્યો હતો અને વેરાવળમાં પાંચ વરસાદ પડતા શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરક થયા હતા અને ગોઠણ ડૂબ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો હતો અને 8 ફૂટ જેટલા મોટા ઉછળતા જોવા મળ્યા હતા આમ સમગ્ર સોરઠને ગઇકાલના વરસાદે તરબોળ કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી.આજે પણ સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને બપોર બાદ ફરી મેઘમહેર થવાની આગાહી છે.
- Advertisement -
મધુવંતી નદીના ધસમસતા પ્રવાહમાં યુવકે બાઈક પસાર કર્યું
સોરઠ પંથકમાં ગઈકાલે 1 થી 5 ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વેહતી જોવા મળી હતી જેમાં મેંદરડા નજીક આવેલ મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું નદીના ધસમતા પ્રવાહમાં એક યુવકે એક કાંઠે થી બીજા કાંઠે જવા બાઈક પસાર કર્યું હોવાનો વિડિઓ સામે આવ્યો છે.જોકે સદનસીબે કોઈ અઘટિત બનાવ બનવા પામ્યો નથી ત્યારે ભારે વરસાદમાં અનેક એવા દ્રશ્યો જોવા મળ્યા છે કે, ધસમતા પાણીના પ્રવાહમાં નદી પસાર કરતી વેળાએ તણાઈ જવાથી લોકો મોતને ભેટે છે.ત્યારે મધુવંતી નદીના ભારે પાણીના પ્રવાહમાં યુવકે બાઈક પસાર કર્યું હતું.
ગિર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, 5 ઇંચ વરસાદથી વેરાવળ પાણી પાણી થઇ ગયું
વેરાવળમાં પડેલા ભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું, મુખ્ય રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં બને બાજુ વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. વૃક્ષ ધરાશાયી થતાં ફાયર વિભાગ ની બે ગાડીઓ સાથે સ્ટાફે યુદ્ધ નાં ધોરણે વૃક્ષ ને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ગફઈ કાલે પડેલા વરસાદમાં વેરાવળ 131 મિમી ,સુત્રાપાડામાં 46 મિમી , તાલાલામાં 23 મિમી, ગિરગઢડા 21 મિમી ,કોડીનાર માં 7 મિમી, ઉના 11 મિમી વરસાદ વરસ્યો છે. બપોરે વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને સાંજે વરાપ પણ નીકળી ગયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી ગયો છે. દરેક તાલુકામાં 7 મિમી થી પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. વેરાવળ માં સવારે હળવા ઝાપટા બાદ બપોરે અનરાધાર એક કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસી જતા નદીઓની જેમ પાણી વહેતાં થયા હતા.